જૂનાગઢ જિલ્લામાં આવેલા ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રના ક્વાર્ટરના રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના માટે 36 લાખ રૂપિયાનો ખર્ચ થશે. પરંતુ આ કામગીરી નબળી થતાં હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ભેંસાણ સામુહિક આરોગ્ય કેન્દ્રના ક્વાર્ટરના રિનોવેશનનું કામ ગ્રીન એજન્સી નામની કંપનીને આપવામાં આવ્યું છે. પરંતુ આ કંપની દ્વારા પ્લાન એસ્ટિમેટ મુજબ કામ કરવામાં આવતું નથી. તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
જ્યારે આ કામમાં નવો જુનો માલ ભેગો કરી વાપરવામાં આવે છે. આ ઉપરાંત વર્ક ઓર્ડર મુજબ પણ એક પણ કામ થઈ રહ્યું નથી. તો બીજી તરફ PIU કચેરી દ્વારા કોન્ટ્રાકટરનો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો ગેરરીતિ બહાર આવે તેમ છે. આ ઉપરાંત એક વર્ષથી સામુહિક આરોગ્ય કેન્દ્રની આસપાસની સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં છે. જેની રીપેરીંગ કરવા માંગ કરવામાં આવી હતી.