જૂનાગઢના માંગરોળમાં જે ખેતરની ઓનલાઇન નોધણી કરાઈ છે તે ખેતરનો પ્લોટ એરીયો માપણી કરીને ગામના સરપંચ તેમજ આગેવાનો અને ખેડુતોને સાથે રાખી સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં બેંકના કર્મચારી વિમા કંપનીના કર્મચારી તેમજ ગ્રામસેવક અને તાલુકા પંચાયતના કર્મચારી સહીતની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે.
ખાસ કરીને ઘેડ પંથકના હજુ અમુક ખેતરો સુકાયા ન હોવાથી ઘેડ પંથકની સર્વેની કામગીરી મોડી થાય તેવું જાણવા મળી રહ્યું છે. માગરોળ તાલુકામાં કુલ આશરે ૨૦ પ્લોટ એટલે કે ખેતરોના પાકના નમુના લેવાશે જેમાં આશરે ૧૦ જેટલામાં સર્વે પુરૂં કરાયું છે. જે હાલ ૧૦ જેટલા પ્લોટોનૂં સર્વે બાકી રહ્યું છે.