આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે પ્લાસ્ટર ઓફ પેરીસ દ્વારા બનાવવામાં આવેલી ગણેશની પ્રતિમાઓને દેશની સર્વોચ્ચ અદાલતે અમાન્ય ગણાવી અને આવી પ્રતિમાનું વેચાણ કરવું કે તેનું વિસર્જન કરવું ગુનો બને છે. તેમ છતાં કેટલીક જગ્યા પર પ્લાસ્ટર ઓફ પેરિસ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાઓનું સ્થાપન પણ થાય છે. તેમજ તેનું વિસર્જન પણ થાય છે.
ત્યારે દેશની સર્વોચ્ચ અદાલતે પ્લાસ્ટર ઓફ પેરિસ દ્વારા થતું જળ પ્રદૂષણને લઈને આવી તમામ પ્રકારની પ્રતિમા ઉપર પ્રતિબંધ મુકતા જૂનાગઢની મહિલાઓ માટીમાંથી બનાવવામાં આવેલી ગણેશની પ્રતિમા તરફ આગળ વધી રહી છે અને માટીમાંથી બનાવવામાં આવેલા ગણેશનું સ્થાપન કરવા માટે પ્રતિબદ્ધ બની રહી છે.
પ્લાસ્ટર ઓફ પેરીસને કારણે નદી તળાવો અને સરોવરની સાથે દરિયામાં પણ પાણીનું પ્રદૂષણ ફેલાય છે. તેમજ પાણીને પ્રદુષિત કરી અને તેની વિપરીત અસરો ઉભી કરે છે, ત્યારે જૂનાગઢની મહિલાઓ માટીમાંથી જ નિર્મિત ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થાય તે માટે જૂનાગઢમાં મહિલા મંડળ દ્વારા એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘરમાં જ માટીથી બનાવવામાં આવેલ ગણેશજીનું સ્થાપન કરવા સંકલ્પ લીધો હતો.