- શ્રાવણ વદ ચોથ એટલે કે હિન્દુ ધર્મમાં આજે બોળ ચોથના તહેવારની ઉજવણી
- આજના દિવસે ગાય સાથે વાછરડાના પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ
- સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે ગાય અને વાછરડાનું પૂજન કરી કરે છે પર્વની ઉજવણી
જૂનાગઢ: આપણી પ્રાચીન હિન્દુ સંસ્કૃતિમાં દેવી દેવતાઓ સાથે વિવિધ પશુ પક્ષી અને પ્રાણીઓને પૂજવાનો વિશેષ મહત્વ ધર્મ ગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે તે મુજબ આજે શ્રાવણ વદ ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ બોળ ચોથ નો તહેવાર ઉજવે છે આજના દિવસે ગાય અને વાછરડા નું પૂજન કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ એક દિવસનો ઉપવાસ કરી બોળચોથના તહેવારની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી રહી છે ગાય ને હિન્દુ સંસ્કૃતિમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે આજે બોળચોથ ના પાવન પર્વે સૌભાગ્યવતી સ્ત્રીઓ ગાય અને વાછરડાની પૂજા કરીને બોળચોથના તહેવારની ઉજવણી કરી રહી છે.
આ પણ વાંચો: શ્રાવણ મહિનાના તહેવારોનો બોળચોથથી પ્રારંભ
બોળ ચોથના તહેવાર સાથે ધાર્મિક કથા વણાયેલી જોવા મળે છે
બોળ ચોથના તહેવારની સાથે ધાર્મિક સાસુ વહુની કથા પણ જોડાયેલી છે કહેવાય છે કે, હજારો વર્ષ પૂર્વે સાસુના કહેવાથી વહુએ અજાણતા ઘઉંલા નામના ગાયના વાછરડાને ખાંડીને તેની વાનગી બનાવવાના સાસુના વચનને માન આપીને વહુએ ગાયના વાછરડાની હત્યા કરી અને તેની વાનગી બનાવી હતી, ત્યારબાદ સાસુ અને વહુ કોઈ મોટી ભૂલ કરી બેઠા હોય તેવો અહેસાસ થતા ગાયના વાછરડાને જમીનમાં દાટી દીધું હતું, ત્યારબાદ ઘઉંલા વાછરડાની "મા" ગાય સાંજે ઘરે પરત ફરતા પોતાના ઘઉલા માટે ધમાલ મચાવી અને જ્યાં ઘઉંલાને જમીનમાં દફન કરવામાં આવ્યો હતો, ત્યાં શિંગડા ભરાવતા અહીંથી વાછરડું સજીવન બહાર આવ્યું ત્યારથી સાસુ વહુ દ્વારા ગાય અને વાછરડાના પૂજનની શરૂઆત કરી અને ત્યાંથી હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ વદ ચોથના દિવસે બોળ ચોથના તહેવારની ઉજવણી કરવાની ધાર્મિક પરંપરા શરૂ કરવામાં આવી છે, તેવું ધાર્મિક લોકવાયકામાં આજે પણ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: આજે બોળચોથના પાવન પ્રસંગે મહિલાઓએ ગૌ માતાની ધાર્મિક વિધિ વિધાન સાથે કરી પૂજા