જૂનાગઢ: પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' શીર્ષક અન્વયે ચોરી ગુમ થયેલા તેમજ ઓનલાઇન છેતરપિંડીના ખિસ્સામાં 441 જેટલા અરજદારોએ અંદાજિત 2 કરોડ 16 લાખ 38 હજાર 77 રૂપિયાની રોકડ મુદ્દામાલ અને સોનાના દાગીના પરત અપાવીને પોલીસે અરજદારોને ન્યાય અપાવ્યો છે. જૂનાગઢ ખાતે રેન્જ આઈ.જીની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ અધિક્ષક અને જૂનાગઢ શહેરના શ્રેષ્ઠિઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ શહેર સહિત જિલ્લાના તમામ પોલીસ મથકોમાં ઓગસ્ટ મહિનાથી લઈને આજ દિન સુધી ચોરી કીમતી ચીજ વસ્તુઓ ગુમ થઈ જવી મોબાઈલ પડી જવું કે ચોરી જવું તેમજ ઓનલાઇન છેતરપિંડીના કુલ 441 કેસમાં આજે 4,50,486 રૂપિયાના 39 જેટલા મોબાઈલ ફોન, 4,70,000 ના 16 વાહનો 69,44,308 ની કિંમતના ચોરાયેલા અને ગુમ થયેલા 117 દાગીનાઓ તેમજ 256 જેટલા કિસ્સામાં ઓનલાઇન છેતરપિંડી થકી કુલ 02 કરોડ 16 લાખ 38 હજાર 77 રૂપિયાના મુદ્દામાલને જે તે અરજદારોને પરત અપાવ્યો હતો.
'પાછલા 5 મહિના દરમિયાન 441 જેટલા અરજદારોએ તેમની મિલકત સોના-ચાંદીના દાગીના ચોરાઈ જવા કે પડી જવા તેમજ મોબાઇલ ફોન ગુમ થવો કે કોઈ વ્યક્તિ દ્વારા તેને ઉઠાવી જવો તેમજ ઓનલાઇન છેતરપિંડીના કુલ 441 જેટલા રોજદારોને આજે તેમની મિલકત મુદ્દામાલ રોકડ સોનાના દાગીના અને મોબાઈલ ફોન પોલીસે પરત અપાવ્યા છે. જૂનાગઢના એક અરજદાર શરદભાઈ લાખાણીએ પણ તેમનો સોનાનો દાગીનો અમરેલી જતા વખતે પેટ્રોલ પંપમાં અકસ્માતે પડી ગયો હતો તેને શોધીને આજે પરત અપાવ્યું છે. જેથી તેઓ પોલીસની આ કામગીરીથી ખૂબ જ ખુશ જોવા મળે છે.' -