જૂનાગઢઃ આદિ અનાદિકાળથી દેશના અને વિશ્વના દરેક શિવાલયોમાં હનુમાનજી ગણપતિ નંદી અને કાચબાનું સ્થાપન અને પૂજન અને અધિકારથી થતું આવ્યું છે. દેવાધિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શિવાલયોમાં મહાદેવની સાથે ગણપતિ, હનુમાનજી, નંદી અને કાચબાની પૂજા કરવાની શિવપુરાણમાં વિશેષ મહત્વની માનવામાં આવી છે. તો ચાલો જાણીએ શા માટે શિવ મંદિરોમાં નંદી કાચબો ગણપતિ અને હનુમાનજીની ખાસ પૂજા કરવામાં આવતી હોય છે.

નંદી, કાચબો, હનુમાનજી અને ગણપતિ વિશ્વના દરેક શિવાલયોમાં જોવા મળે છે અને તમામની પૂજા શિવની સાથે અચૂક પણે કરવામાં આવે છે. દરેક શિવાલયમાં શિવના પ્રતિક એવા ચારેય દેવોને મહત્વનુ સ્થાન આપવામાં આવ્યું છે. દરેકનો ધાર્મિક અર્થ શિવ પુરાણમાં વિસ્તૃત રીતે વર્ણવવામાં પણ આવ્યો છે.

શિવભક્તોએ દેવાધિદેવ મહાદેવની કૃપા અને દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે નંદી, કાચબો હનુમાનજી અને ગણપતિની માફક ધર્મ અને કર્મનું ચુસ્ત પાલન કરવામાં આવે તો શિવની કૃપા દ્રષ્ટિ દરેક શિવ ભક્તો પર અચૂક જોવા મળતી હોય છે.
શિવ પરિવારના ગણપતિને વિઘ્નહર્તા દેવ માનવામાં આવે છે. ત્યારે દરેક મંદિરમાં ગણપતિની સ્થાપના હિન્દુ પરંપરા મુજબ કરવામાં આવતી હોય છે. શિવ મંદિરના પ્રવેશ દ્વારે કાચબાને સ્થાન આપવામાં આવ્યું છે.

સર્વ અંગોને સંકોચીને સમગ્ર બ્રહ્માંડનો ભાર પોતાની પીઠ પર કાચબાએ ઉઠાવ્યો હતો. તેવી જ રીતે દરેક શિવભક્તોએ તમામ ઇન્દ્રિયોને અંતર્મુખ કરીને શિવકૃપા પ્રાપ્ત કરવા માટે શિવ આરાધના કરવી જોઈએ હનુમાનજીને બ્રહ્મચર્યના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે.

અનન્ય ભક્તિ પરાક્રમ વૈરાગ્ય અને બ્રહ્મચર્ય જે ભક્તો પાસે હોય તે શિવ કૃપા મેળવી શકે છે. આ સાથે સાથ હનુમાનજી તેમના હસ્તે પર ઔષધોનો પહાડે લઈને પણ જોવા મળે છે. જે દરેક ભક્તોને તમામ રોગ અને દુર્ગુણોથી મુક્તિ અપાવતા હોય છે. તેવી ધાર્મિક માન્યતા પ્રમાણે વિશ્વના દરેક શિવાલયોમાં ગણપતિ, હનુમાનજી, નંદી અને કાચબાનું સ્થાપન અને વિશેષ પૂજન આદી અનાદિકાળથી થતું આવ્યું છે.