ગીર સોમનાથ : વેરાવળના તબીબ અતુલ ચગના આત્મહત્યા પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સમગ્ર મામલો રાજકીય રીતે જોડાતો જોવા મળી રહ્યો છે. તેને લઈને વેરાવળ પોલીસે મૃતક તબીબ અતૂલ ચગની આત્મહત્યા સ્થળ પરથી મફલર, સ્યુસાઇડ નોટને મળી આવી હતી. મળેલી તમામ વસ્તુને ફોરેન્સિક તપાસ માટે મોકલીને સમગ્ર આત્મહત્યા કેસમાં તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Surat Crime: સુરતમાં આર્થિક મંદીના કારણે 22 વર્ષીય યુવકે આપઘાત કર્યો
પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ : ખ્યાતનામ તબીબ અતુલ ચગે ગઇકાલે આત્મહત્યા કરવાના મામલામાં વેરાવળ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આત્મહત્યા પૂર્વે ડોક્ટર અતુલ ચગે સુસાઇડ નોટ લખી છે. તેમાં જે વ્યક્તિના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે. ખ્યાતનામ તબીબ અતુલ ચગનો આત્મહત્યા કેસ રાજકીય રીતે પણ કોઈ કનેક્શન ધરાવે છે કે કેમ તેમજ આર્થિક વ્યવહારો જવાબદાર હોવાને શક્યતાઓને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. સુસાઇડ નોટને આધારે પોલીસ ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લીધી છે. સુસાઇડ નોટમાં જે અક્ષરો લખાયેલા છે તે ડોક્ટર અતુલ ચગ નાજ છે કે કેમ તેને લઈને પણ હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય પણ મેળવી રહ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad Suicide Case : વિડીયો બનાવી યુવકે કરી આત્મહત્યા, પત્ની પ્રેમી પોલીસ પર આક્ષેપ
પોલીસ વિભાગથી મળેલી જાણકારી : વિભાગીય પોલીસ અધિક્ષક એમ.યુ. મસી દ્વારા માહિતી આપવામાં આવી છે કે આત્મહત્યા પાછળ કોઈ મોટા આર્થિક વ્યવહારો હોવાનું પરિવારના સભ્યો જણાવી રહ્યા છે. જેને લઇને પણ પોલીસ તપાસ કરી રહી છે. સુસાઇડ નોટમાં જે વ્યક્તિના નામો લખવામાં આવ્યા છે. સુસાઇડ નોટમાં નારણભાઈ અને રાજેશ ચુડાસમાનો ઉલ્લેખ થયો છે. તે વ્યક્તિ કોણ છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો સમગ્ર મામલામાં પોલીસ તપાસ બાદ કોઈ ખુલાસો થશે ત્યારબાદ મામલો રાજકીય રીતે જોડાયેલો છે કે કેમ તેના પર વધુ પ્રકાશ પાડી શકાશે. વધુમાં મૃતક ડોક્ટર અતુલ ચગના સુપુત્ર હિતાર્થની ફરિયાદને આધારે વેરાવળ પોલીસે તપાસ શરૂ કરી છે.