ETV Bharat / state

Lunar Eclipse 2023 : આવતીકાલે ભારતમાં ચંદ્રગ્રહણ નહી દેખાય છતાં આ રાશીના લોકોમાં માટે ગ્રહણ શુભ રહેશે - ભારતમાં ચંદ્રગ્રહણ 2023

આવતીકાલે વૈશાખી પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણનો સંયોગ સર્જાવા જઈ રહ્યો છે, પરંતુ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ સનાતન ધર્મમાં ગ્રહણના સમયે પાડવામાં આવતી કેટલીક માન્યતાઓને અનુસરવું આજે પણ જરૂરી છે. જેથી ગ્રહણના દિવસે ધર્મ અનુસાર સૂચવવામાં આવેલી આજ્ઞાનું પાલન કરવાથી ગ્રહણની નકારાત્મક અસરો દૂર રહે છે.

Lunar Eclipse 2023 : આવતીકાલે ભારતમાં ચંદ્રગ્રહણ નહી દેખાય છતાં આ રાશીના લોકોમાં માટે ગ્રહણ સારુ

author img

By

Published : May 4, 2023, 7:13 PM IST

આવતીકાલે વૈશાખી પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણનો સંયોગ

જૂનાગઢ : આવતીકાલે વૈશાખી પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણના વિશેષ સંયોગનું સર્જન થવા જઈ રહ્યું છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં ચંદ્ર કે સૂર્ય ગ્રહણ વખતે પ્રત્યેક વ્યક્તિ જે આજ્ઞાઓ સૂચવવામાં આવેલી છે. તે મુજબનું પાલન કરીને ચંદ્ર કે સૂર્યગ્રહણની નકારાત્મક અસરોથી દૂર રહી શકાય છે. પૂર્ણિમાના દિવસે પડનાર ચંદ્રગ્રહણ ચોક્કસપણે આપણા દેશમાં દેખાવાનું નથી. તેને કારણે ગ્રહણને પાળવાની કોઈ સ્થિતિનો ઉદભવ થતો જોવા મળશે નહીં.

કેટલીક માન્યતા : પરંતુ સનાતન ધર્મ સંસ્કૃતિની ધાર્મિક માન્યતા અનુસાર સૂર્ય કે ચંદ્ર ગ્રહણના દિવસે કેટલાક સૂતક પાળવાની જે આજ્ઞાઓ ધર્મ ગ્રંથોમાં આપવામાં આવી છે. તે મુજબ આજ્ઞાનું પાલન કરીને પ્રત્યેક વ્યક્તિ ચંદ્ર કે સૂર્ય ગ્રહણની નકારાત્મક અસરોથી દૂર રહી શકે છે. પંડિતો દ્વારા સુચવવામાં આવેલા પગલાનું અનુસરણ કરીને કોઈપણ વ્યક્તિ ચંદ્ર કે સૂર્ય ગ્રહણના કાળ દરમિયાન ધાર્મિક પૂજા અને સૂચવવામાં આવેલી અન્ય વિધિઓ કરીને ગ્રહણની છાયામાંથી બચી શકે છે.

આ પણ વાંચો :

  1. ચંદ્રગ્રહણ વૈજ્ઞાનિકોને ચંદ્રની સપાટીના અધ્યયન માટે શ્રેષ્ઠ સમય
  2. Lunar Eclipse : 2023નું પહેલું ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે
  3. સુરતમાં ઝરમર વરસાદ સાથે જોવા મળ્યું ચંદ્રગ્રહણ

તુલા રાશિ અને સ્વાતિ વિશાખા નક્ષત્રમાં : બુદ્ધ પૂર્ણિમાના દિવસે પડનાર આવતીકાલનું ચંદ્રગ્રહણ છાયા ચંદ્રગ્રહણ તરીકે ભારતમાં દેખાશે. પરંતુ આ ગ્રહણને ધાર્મિક રીતે પાળવાનું રહેતુ નથી. આ ગ્રહણ તુલા રાશિમાં અને સ્વાતિ વિશાખા નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે. જે એશિયાની સાથે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા ખંડમાં જોવા મળશે. ખગોડીયા ઘટના અનુસાર પ્રત્યેક ચંદ્રગ્રહણ પુનમની રાત્રે થતું જોવા મળે છે, પરંતુ તેનો મતલબ એવો ક્યારેય ન કરી શકાય કે પ્રત્યેક પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ હોય છે. આવતીકાલે આ ગ્રહણ રાત્રિના 10 કલાક અને 53 મિનિટે શરૂ થશે. જે મોડી રાત્રે 1:00 વાગ્યા અને બે મિનિટે પૂર્ણ થતું જોવા મળશે. પૂર્ણિમાના દિવસે થનાર છાયા ચંદ્ર ગ્રહણનો સમયગાળો 04 કલાક અને 15 મિનિટની આસપાસ રહેવાનો છે.

કેટલીક રાશિઓ અસર : વૈશાખી પૂનમના દિવસે થનાર છાયા ચંદ્રગ્રહણ જ્યોતિષશાસ્ત્ર મુજબ કર્ક, વૃષિક અને મીન રાશિના વ્યક્તિઓને એકંદરે પ્રતિકૂળ રહેવાનું જણાય રહ્યું છે. બાકી રહેતી તમામ રાશિના જાતકો માટે આવતીકાલનું છાયા ચંદ્રગ્રહણ મિશ્ર કે મધ્યમ ફળ આપનારું સાબિત થશે. આવતીકાલે જે છાયા ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. તે સમયે સૂર્ય ભરણી નક્ષત્રમાં જોવા મળે છે. જેને કારણે કેરીના પાકમાં અવરોધ સૂચવે છે. મગફળી અને તલ જેવા કૃષિ પાકોમાં આવતીકાલનું છાયા ચંદ્રગ્રહણ વિશેષ પ્રભાવક બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.