ETV Bharat / state

Buddha Purnima 2023 : વૈશાખી પૂર્ણિમા સાથે ભગવાન બુદ્ધનો સંબંધ, આ દિવસે છે દાન પુણ્યનું વિશેષ મહત્વ

author img

By

Published : May 4, 2023, 5:27 PM IST

વૈશાખી પૂર્ણિમાના દિવસે નદી, સરોવરમાં સ્નાન અને દાન પુણ્ય કરવાનું મહત્વ માનવામાં આવે છે. તેથી આ દિવસે ભવનાથના દામોદર કુંડમાં ભક્તો આસ્થાની ડૂબકી લગાવીને વૈશાખી પુર્ણિમાની ઉજવણી કરે છે. ઉપરાંત વૈશાખી પૂર્ણિમા સાથે ભગવાન બુદ્ધનો નિકટ સંબંધ જોવા મળે છે. કારણ કે, વૈશાખી પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો.

Buddha Purnima 2023 : વૈશાખી પૂર્ણિમા સાથે ભગવાન બુદ્ધનો સંબંધ, આ દિવસે દાન પુણ્ય વિશેષ મહત્વ

વૈશાખી પૂર્ણિમાના દિવસે નદી સરોવર અને તીર્થ સ્થાનોમાં સ્નાનની સાથે દાનનું છે વિશેષ મહત્વ

જૂનાગઢ : ગઈકાલે વૈશાખી પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાના પાવન અવસર છે, ત્યારે આ દિવસે પવિત્ર નદી સરોવર ઘાટ કે તળાવમાં સ્નાન કરવાનું અને ત્યારબાદ દાન પુણ્ય કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિના ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી આ દિવસે પવિત્ર તીર્થ સ્થાનોમાં સ્નાન વિધિ પૂર્ણ કર્યા બાદ દાન કરવાથી પૂર્ણિમાનું વિશેષ ફળ પ્રત્યેક ભક્તને પ્રાપ્ત થતું હોય છે.

આ પણ વાંચો : યાત્રાધામ ડાકોરમાં બંધ બારણે વૈશાખી પૂર્ણિમાની ઉજવણી

વૈશાખી પૂર્ણિમા સ્નાનું મહત્વ : ગઈકાલે વૈશાખી પૂર્ણિમાનો પાવન અવસર છે, ત્યારે તે દિવસને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં પૂર્ણિમાના દિવસે પવિત્ર નદી ઘાટ સરોવર કે તળાવમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે, ત્યારે પૂર્ણિમાના દિવસે પવિત્ર નદી સરોવર અને ઘાટોમાં સ્નાન કરવાથી પ્રત્યેક ભક્તને ખૂબ જ પુણ્યશાળી ફળ મળતું હોય છે. વધુમાં વૈશાખી પુર્ણિમાના દિવસે સ્નાનની સાથે દાન પુણ્યનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. જેથી તે દિવસે કરેલું દાન પ્રત્યેક આસ્તિકને મનોવાંચ્છિત ફળ આપતું હોવાનું દંતકથા જોડાયેલી છે. જેથી તે દિવસે ભવનાથમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં ભક્તો આસ્થાની ડૂબકી લગાવીને વૈશાખી પુર્ણિમાની ઉજવણી કરે છે.

આ પણ વાંચો : મણિનગરમાં વૈશાખી પૂર્ણિમાએ સ્વામિનારાયણ ભગવાનને ચંદનના મનોરમ્ય શણગાર કરાયો

વૈશાખી પૂર્ણિમા સાથે ભગવાન બુદ્ધનો સંબંધ : વૈશાખી પૂર્ણિમા સાથે ભગવાન બુદ્ધનો ખૂબ જ નિકટ સંબંધ જોવા મળે છે. ભગવાન બુદ્ધનો પ્રાગટ્ય જ્ઞાન પ્રાપ્તિ અને મોક્ષ ત્રણેય પૂર્ણિમાના દિવસે થયા છે. જેથી વૈશાખી પૂર્ણિમાને ભગવાન બુદ્ધ સાથે જોડીને તેને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન બુદ્ધનું નામ સિદ્ધાર્થ હતું, પરંતુ તેમનું પ્રાગટ્ય ગૌતમ નક્ષત્રમાં થયુ હોવાથી તેમજ તેમને પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. તેથી તેમને ગૌતમ બુદ્ધ તરીકે સનાતન ધર્મમાં પુજવામાં આવે છે. ગૌતમ બુદ્ધને ભગવાન શ્રી હરિ વિષ્ણુના નવમાં અવતાર તરીકે સનાતન ધર્મમાં પુજવામાં આવે છે, ત્યારે આજના દિવસે પવિત્ર દામોદર કુંડમાં ભાવિકોએ આસ્થાની ડૂબકી લગાવીને વૈશાખી પૂર્ણિમાના સ્નાનની સાથે દાન વિધિ પૂર્ણ કરીને વૈશાખી પૂનમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.