જૂનાગઢઃ પતંગના પર્વને આડે બસ હવે ગણતરીની કલાકો બાકી છે. આ પર્વમાં મોટા પણ નાના બનીને ઉજવણી કરતા હોય છે ત્યારે નાના બાળકોની ઉજવણી અને તેના આનંદ વિશે તો પુછવું જ શું ? જૂનાગઢમાં મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ નાના બાળકો દ્વારા પતંગ સાથે ડાન્સ કરીને મજા માણી છે.
ઉત્તરાયણની અનોખી ઉજવણીઃ સામાન્ય રીતે નાના બાળકો અગાસી પર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવી શકતા નથી. તેઓ માત્ર આકાશમાં ચગતા રંગબેરંગી પતંગો જોઈને પતંગ ચગાવવાનો આનંદ માણે છે. જો કે જૂનાગઢમાં મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ નાના બાળકો દ્વારા પતંગ સાથે ડાન્સ કરીને મજા માણી છે. એન્જલ હોબી ઝોનમાં નાના બાળકોએ પતંગ સાથે ડાન્સ કરીને અનોખી રીતે મકરસંક્રાંતિની ઉજવણી કરી છે.
ડાન્સ વિથ કાઈટ્સઃ જૂનાગઢના બાળકોએ પોતાની આગવી ઢબે પતંગ સાથે પતંગના ગીતોના તાલે નાચતા જોવા મળ્યા હતા. નાના ભૂલકાં પતંગ હાથમાં લઈને બિલકુલ માસૂમ ભાવે ગીતોના તાલે ઝુમ્યા હતા. પતંગ સાથે ડાન્સ કરીને બાળકોએ પતંગ ચગાવતા હોય તેવો આનંદ માણ્યો હતો. નિર્દોષ ભાવે આ બાળકોએ આજે પોતાની ઈચ્છા અનુસાર મકરસંક્રાંતિની એક અનોખી ઉજવણી કરી છે. આવતીકાલે આ તમામ બાળકો અગાસી પર ચોક્કસ પણે જોવા મળશે, પરંતુ આજનો જે આનંદ છે તે કદાચ અગાસી પર તેને આવતી કાલે ન મળે. રંગબેરંગી પતંગોથી આકાશ રંગાયેલું જોવા મળશે જેને દૂરથી જોઈને આ બાળકો પોતાના ઘરની અગાસી પર આનંદ માણશે.
આજે મેં પતંગ સાથે ડાન્સ કર્યો, મને બહુ મજા આવી. આવતીકાલે હું ઉત્તરાયણ છે તેથી અમે ડાન્સ કર્યો...હેપ્પી(ચાઈલ્ડ ડાન્સર, જૂનાગઢ)
આજે અમે સાથે મળીને પતંગ સાથે ડાન્સ કર્યો. અમને બહુ મજા આવી. આવતીકાલે ઉત્તરાયણમાં અમે પણ પતંગ ચગાવશું...આદિત્ય(ચાઈલ્ડ ડાન્સર, જૂનાગઢ)