જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં નવાબી (Junagadh Uttarayan tradition) સમયથી પતંગ ચગાવવાની લઈને પણ એક ઇતિહાસ જોડાયેલો જોવા મળે (Junagadh navabi tradition) છે. દિવાળીના દિવસો દરમિયાન નવાબના મહેલ પરથી સૌ પ્રથમ વખત પતંગ ચગાવવામાં આવતો (Junagadh navabi tradition) હતો. ત્યારબાદ જૂનાગઢ શહેરમાં પતંગ રસિકો પતંગ ચગાવતા હતા પરંતુ આજે પણ મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની પરંપરા જૂનાગઢ શહેરમાં જોવા મળતી નથી.
મકરસંક્રાંતિ અને પતંગને લઈને જૂનાગઢનો રોચક ઇતિહાસ: મકરસંક્રાંતિના (uttarayan 2023) દિવસે સમગ્ર રાજ્યમાં પતંગ રસીકો પતંગ ચગાવવાની મોજ માણતા હોય (Junagadh Uttarayan tradition) છે પરંતુ જુનાગઢમાં પતંગ લઈને એક રોચક ઇતિહાસ જોવા મળે છે. આજે પણ જૂનાગઢ શહેરમાં મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની કોઈ વિશેષ પરંપરા જોવા મળતી નથી. આ પરંપરા નવાબી સમયથી ચાલતી આવતી જોવા મળે છે. એક તરફ સંક્રાંતિના દિવસે સમગ્ર રાજ્યમાં પતંગ રસિકો 'કાયપો છે.....'ના નારા સાથે આગાસી પર જોવા મળે છે. તેનાથી બિલકુલ વિપરીત જૂનાગઢના લોકો મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવતા જોવા મળતા નથી.
આ પણ વાંચો ચાઈનીઝ દોરીના સોદાગરો સામે લાલ આંખ, દોરીના 26 ટેલર સાથે 2 ઝડપાયાં
નવાબના મહેલમાંથી ચગતો હતો પ્રથમ પતંગ: જૂનાગઢ શહેરમાં પતંગ ચગાવવાને લઈને પણ એક રોચક ઇતિહાસ આજે પણ અકબંધ જોવા મળે (uttarayan 2023) છે. જૂનાગઢમાં નવાબી શાસન દરમિયાન નવાબના મહેલ પરથી પ્રથમ પતંગ ચગાવવામાં આવતો (Junagadh Uttarayan tradition) હતો. ત્યારબાદ જૂનાગઢવાસીઓ પતંગ ચગાવવાની મજા માણતા હતા મહત્વની વાત એ છે કે નવાબે ચગાવેલા પતંગ સાથે પણ પતંગ રસીકો પેચ લડાવતા હતા. કેટલાક પતંગ રસિકોએ નવાબનો પતંગ કાપ્યાનો દાખલો પણ જૂનાગઢના ઇતિહાસમાં સમાયેલો જોવા મળે છે. નવાબનો પતંગ સૌથી અલગ પતંગ હતો અને તે તમામ પતંગોમાંથી એકદમ અલગ તરી આવતો હતો. નવાબના સમયમાં જૂનાગઢ શહેરમાં દિવાળી અને તેની આસપાસના દિવસોમાં પતંગ ચગાવવાની પરંપરા જોવા મળતી હતી પરંતુ મકરસંક્રાંતિના દિવસે જૂનાગઢમાં પતંગ ચગતા જોવા મળતા ન (Junagadh Uttarayan tradition) હતા.
આ પણ વાંચો જાણો કેવી રીતે બને છે પતંગ?: રંગબેરંગી પતંગ બનાવતા લાગે છે 10 મિનિટનો સમય
ઇતિહાસકાર હરીશભાઈ દેસાઈએ કરી ETV ભારત સાથે વાતચીત: જૂનાગઢના ઇતિહાસકાર અને નવાબના સમયમાં પણ પતંગ ચગાવવાની મજા ઉઠાવનાર હરીશભાઈ દેસાઈ જણાવે છે કે પતંગ ચગાવવાનો શોખ મૂળભૂત રીતે ગુજરાતનો હતો. મકરસંક્રાંતિના પર્વ દરમિયાન સૌરાષ્ટ્રમાં દાન અને પુણ્ય કરવાનું વિશેષ મહત્વ હતુ. વર્ષો પૂર્વે સમગ્ર સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાને લઈને કોઈ ઉત્સાહ જોવા મળતો ન હતો પરંતુ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ સમયે અને અલગ અલગ મહિના દરમિયાન પતંગ ચગાવવાની પરંપરા હતી. ભૌગોલિક રીતે પણ મકરસંક્રાંતિના દિવસે જૂનાગઢ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પવનની ગતિ અને દિશા વિપરીત હોય છે. જેથી પતંગને આકાશમાં ચગાવવી ખૂબ જ મુશ્કેલ ભર્યું મનાય છે અને આજે પણ મકરસંક્રાંતિના દિવસે જૂનાગઢ શહેરમાં પવનને લઈને વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે. જેને કારણે પતંગ રસીકો પતંગ ચગાવવા માટે જૂનાગઢ શહેર છોડીને અન્ય શહેરમાં જતા હોય છે.