જૂનાગઢ : ગુજરાતમાં રહીને મજૂરી કરતા પરપ્રાંતીય લોકો હવે લોકડાઉનને લઈને તેમના વતન તરફ જવાની માગ કરી રહ્યા છે. ત્યારે આજે રવિવારે જૂનાગઢ તાલુકા અને અન્ય વિસ્તારમાંથી ૫૦૦ કરતા વધુ શ્રમીકોને ટેલિફોનિક સંદેશા મારફત પ્રાંત અધિકારીની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ અહીં તેમના માટેની કોઇ પણ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેને લઇને આ શ્રમીકોમાં હવે ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે. જો તંત્ર પાસે કોઈ વ્યવસ્થા હતી જ નહીં તો આ શ્રમીકોને શા માટે આજે રવિવારે બોલાવવામાં આવ્યા છે તેવા સવાલો જૂનાગઢ આવેલા શ્રમીકો વહીવટી તંત્રને પૂછી રહ્યા છે.
જૂનાગઢમાં ઉત્તર પ્રદેશના શ્રમીકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારના દાવાની પોલ છત્તી કરી - Central and State Government claims
જૂનાગઢ : શ્રમીકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમના ખર્ચે અને તકલીફ વગર તેમના રાજ્યમાં મોકલવાનો દાવો રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. તેની પોલ ઉત્તર પ્રદેશના શ્રમિકોએ જૂનાગઢમાં ખોલી છે. શ્રમિકોને ટેલીફોનિક સંદેશા મારફત જૂનાગઢ બોલાવીને તેમના વતન મોકલવાની વાત કરવામાં આવી હતી, પરંતુ અહીં આવતા તેમની પાસેથી ટિકિટ સહિતનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને હજુ સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નહીં આવતા આ શ્રમિકો જૂનાગઢમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે.