ETV Bharat / state

Unseasonal Rain: ભેજ-કમોસમી વરસાદથી આંબામાં જોવા મળી શકે રોગ, જાણો ઉપાય - Unseasonal Rain

જૂનાગઢમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે હવે અહીંના કૃષિ સંશોધનકારે પાકમાં થતાં રોગ સામે બચવાના ઉપાયો જણાવ્યા હતા.

Unseasonal Rain: ભેજ અને કમોસમી વરસાદથી આંબામાં જોવા મળી શકે રોગનો ઉપદ્રવ, કૃષિ સંશોધનકારે જણાવ્યો ઉપાય

author img

By

Published : Mar 22, 2023, 7:33 PM IST

રોગના સમયે કરવામાં આવતી સારવાર

જૂનાગઢઃ હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગીર પંથકમાં કે, જ્યાં કેરીનું ઉત્પાદન ખૂબ મહત્વના કૃષિપાક તરીકે લેવાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સતત કમોસમી વરસાદ, દિવસ અને રાત્રિ દરમિયાન ભેજનું પ્રમાણ તેમ જ ગરમીમાં તોતિંગ વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો છે. તેના કારણે આંબા જેવા પાકોમાં મધિયો અને ભૂકી છારાનો રોગચાળો આવી શકે છે. એટલે ખેડૂતોએ રોગ પર કાબૂ મેળવવા રાસાયણિક અને પ્રાકૃતિક દવાનો ઉપયોગ કરવો જોઈએ તેવા સૂચનો કૃષિ સંશોધનકારો આપી રહ્યા છે.

મધિયો અને ભૂકીછારો નામનો રોગ
મધિયો અને ભૂકીછારો નામનો રોગ

આ પણ વાંચોઃ Unseasonal Rain: રાજકોટ સહિતના જિલ્લાઓમાં માવઠાનો માર, ખેડૂતોએ સરકાર પાસે આર્થિક મદદ માગી

ભેજ અને કમોસમી વરસાદ રોગચાળાને લાવશેઃ હાલ સૌરાષ્ટ્રમાં વરસાદ અને કેટલાક વિસ્તારોમાં બરફના કરાં સાથેનો વરસાદ વરસી રહ્યો છે, જેને કેસર કેરી અને ખાસ કરીને આંબાને ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. જૂનાગઢ સહિત સમગ્ર ગીર પંથકમાં કેસર કેરીની ખેતી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. ઉનાળા દરમિયાન એક માત્ર કેરીનો પાક આ વિસ્તારમાં જોવા મળે છે. ત્યારે આવા બદલાતા વાતાવરણના કારણે કેસર કેરીના ઉત્પાદનની સાથે હવે તેમાં મધિયો અને ભૂકીછારો નામનો રોગચાળો પણ નોતરી શકે છે. તેની સામે સાવચેત રહેવા અને સમયસર યોગ્ય પગલા લેવા કૃષિ સંશોધનકારો ખેડૂતોને જણાવી રહ્યા છે.

ભેજ અને કમોસમી વરસાદ રોગચાળાને લાવશે
ભેજ અને કમોસમી વરસાદ રોગચાળાને લાવશે

મધિયો અને ભૂકીછારો નામનો રોગઃ કમોસમી વરસાદ અને માવઠાંની સ્થિતિમાં તેમ જ ભેજના પ્રમાણમાં અસામાન્ય વધારાના કારણે આંબાના પાકમાં મધિયો અને ભૂકીછારો નામનો રોગ આવે છે. ખેડૂતો આ ખૂબ જ સરળતાથી પારખી શકે છે. આંબાનું પાંદડું અડવાથી જો તેમાં સ્લેસ્મ જેવો પદાર્થ જોવા મળે અથવા તો આંબાનું પાંદડું ચીકણું પ્રવાહીયુક્ત જોવા મળે તો તે વિસ્તારમાં મધિયાનો રોગ આવ્યો છે તેવું ખેડૂતોએ માનવું જોઈએ.

રોગને આ રીતે ઓળખોઃ વધુમાં આંબાને પાંદડાને અડતાં જ તેની પર કોઈ પાવડર જેવું કે, ધૂળ જેવું સ્પર્શ કરવાથી જોવા મળે તો તે ભૂકીછારા નામના રોગનું આગમન થઈ ચૂક્યું છે. તેની નિશાની પૂરી પાડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોએ આ બંને રોગ પર કાબૂ મેળવવા કૃષિ સંશોધનકારોની સલાહ મુજબ તેમાં યોગ્ય પ્રમાણમાં રાસાયણિક અને પ્રાકૃતિક દવાનો ઉપયોગ કરીને આ રોગચાળામાંથી મુક્તિ મેળવવી જોઈએ.

આ પણ વાંચોઃ Kutch Farmers Woe : ઘઉં રાયડો ને એરંડો હંધુય પાણીમાં, ખેડૂતોની વ્યથાનો પાર નહીં બાપલ્યા

રોગના સમયે કરવામાં આવતી સારવારઃ આંબાના પાકને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. વાતાવરણમાં થયેલો સામાન્ય ફેરફાર પણ તેને પ્રતિકૂળ કે વિપરિત અસરો ઊભી કરે છે. ત્યારે સતત ભેજવાળું અને વરસાદી પાણી ખેતરોમાં એકત્ર થવાના કારણે આંબાના પાકમાં મધિયો અને ભૂકી શાહનો નામનો રોગ પાછલા ઘણા વર્ષોથી જોવા મળે છે. ત્યારે મઢિયાના રોગની ઉપદ્રવની સ્થિતિમાં ખેડૂતો લીમડાનો અર્થ કે તેનું તેલ બનાવીને યોગ્ય માત્રામાં કૃષિ સંશોધનકારોની સલાહને અનુસરીને તેનો છંટકાવ કરવો જોઈએ.

સાવચેતી રાખવી જરૂરીઃ વધુમાં ખેતરમાં જે વરસાદી પાણી એકત્ર થયું છે. તે ભેજને પ્રોત્સાહન આપે છે. ત્યારે ખેડૂતોએ આ પાણીને દૂર કરીને ખેતરને ભેજમુક્ત રાખવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. વધુમાં ખેડૂતોએ થાયોમિકોઝામ, જાયપરમેથીન, વેટેબલ પાવડર અને હેક્ઝાગોનલઝોન નામની રાસાયણિક દવાનો છંટકાવ કરીને પણ આ રોગચાળામાંથી મુક્તિ મેળવવાના પ્રયાસો કરવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.