જુનાગઢઃ વિશ્વના 100 કરતાં વધુ દેશોની મુલાકાત કરી ચૂકેલો યુક્રેનમાં પ્રવાસી યારોસ્લોવ એક દિવસ માટે જુનાગઢની મુલાકાતે(Tourist from Ukraine in Junagadh) આવ્યો હતો. જુનાગઢની મુલાકાત દરમિયાન તેમણે ટુકુ રોકાણ કર્યું હતું. પરંતુ જે પ્રકારે જૂનાગઢમાં પ્રાક્રુતિક સંપ્રદાયની સાથે ધર્મને લઈને જે આચરણ કરવામાં આવી રહ્યું છે કે તમામ ગતિવિધિઓ અને ધાર્મિક સ્થળ તેમજ પ્રાકૃતિક અને ખાસ કરીને ગિરનાર જંગલ અને પર્વતને નિહાળીને યારોસ્લોવ ભારતની કુદરતી સંપદા અને ધર્મને લઈને ખૂબ જ અભિભૂત(Junagadh Tourism Places) પ્રભાવિત થયો હતો.
100થી વધુ દેશોની મુલાકાત કરી ચૂકેલો યુક્રેનનો પ્રવાસી જૂનાગઢની મુલાકાતે
વિશ્વના 100 કરતાં વધુ દેશોનો પ્રવાસ કરી ચૂકેલો યુક્રેનનો પ્રવાસી યારોસ્લોવ જુનાગઢની ટૂંકી મુલાકાતે(Foreign Tourist in Junagadh) આવ્યો હતો. કોરોના સંક્રમણને કારણે તેમને ખૂબ ઓછા સમય માટે ભારતના વિઝા મળ્યા હતા. આ સમય દરમિયાન તેમણે તેના પ્રવાસની શરૂઆત પંજાબ, જમ્મુ કાશમીર, ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત સંઘપ્રદેશ દીવમાં પ્રવાસ પૂર્ણ કરીને તે આવતી કાલે શ્રીલંકા તરફ જવા રવાના થશે.
કોરોના બાદ ફરી ભારતની મુલાકાતે આવશે
ભારત યાત્રાના ખાટા-મીઠા સ્મરણો તેમણે જૂનાગઢમાં ETV Bharat સમક્ષ વર્ણન કર્યું હતું કે, ભારત વિશ્વનો એક એવું રાષ્ટ્ર છે કે અહીં તમામ ઋતુનો અનુભવ એક સમાન રીતે થઈ શકે છે. જેને કારણે તેઓ ભારતના પ્રવાસે આવવાનું વિચાર્યું હતું અને તેમનો આ પ્રથમ પ્રવાસના સંસ્મરણો યાદગાર બનાવવાની સાથે યારો ફરી એક વખત સમગ્ર વિશ્વમાંથી કોરોના દૂર થયે ત્યારે ફરી ભારતના પ્રવાસે ચોક્કસ આવશે તેવો દ્રઢ નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢની પ્રાકૃતિક સંપદા અને ધાર્મિક પરંપરાને જોઈને યારો થયો અભિભૂત
જુનાગઢની ટૂંકી મુલાકાતે રોકાયેલો યુક્રેનના પ્રવાસી યારો જૂનાગઢની પ્રાકૃતિક સંપદા(Natural Resources of Junagadh) અને ખાસ કરીને ગીરનું જંગલ તેમજ ગિરનાર પર્વતના દર્શન કરીને અભિભૂત થયો હતો. આ પ્રકારની કુદરતી સંપદા ધરાવતુ ભારત વિશ્વનો એક માત્ર દેશ હોવાનું પણ તે માની રહ્યો છે. સાથે સાથે ભવનાથમાં સમગ્ર હિંદુ ધર્મ(Religious tradition of Junagadh) અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા અખાડાઓ અને ભવનાથના(Bhavnath in Junagadh) સાધુ સંતો કે જેને શિવના સૈનિક તરીકે આજે પણ સમગ્ર વિશ્વમાં ધાર્મિક ઓળખ મળી છે તેવા સાધુ સંતો સાથે પણ યારોએ જૂના અખાડામાં મુલાકાત કરીને હિંદુ ધર્મ દેવી-દેવતાઓ અને ધાર્મિક પરંપરાઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. ભારત અને ગુજરાતમાં જે હિંદુ ધાર્મિક પરંપરા અને ખાસ કરીને દેવાલયના બાંધકામને લઈને પણ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.
આ પણ વાંચોઃ apanese space tourist: 12 દિવસની યાત્રા બાદ સકુશળ ધરતી પર પરત ફર્યો જાપાની અબજોપતિ
આ પણ વાંચોઃ Udan Khatola Ropeway: જૂનાગઢમાં લોકો લાપરવાહ બની ઉડન ખટોલા રોપવેની સફરે