ETV Bharat / state

ગીર ગાયના અભ્યાસ માટે બ્રાઝિલના બે પશુ વૈજ્ઞાનિકો ગુજરાત આવ્યા - ગીર ગાય પર અભ્યાસ

જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં જોવા મળતી ગીર ગાયની સંતતિ હવે દેશ અને દુનિયાના સીમાડાઓ વટાવે તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. ગીર ગાયની સંતતિના વિસ્તૃત અહેવાલ અને પૃથ્થકરણ માટે બ્રાઝિલના ડૉ. રૂઝેલ જોશ અને ડૉ. ફર્નાન્ડોએ જૂનાગઢની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ગીર ગાયની સંતતિના વિસ્તાર અને તેના વિસ્તરણ માટે અભ્યાસ કર્યો હતો.

junagadh
author img

By

Published : Sep 21, 2019, 2:06 PM IST

ગીર ગાયનું નામ પડતા જ ગીર પંથક યાદ આવી જાય છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર પંથકમાં જોવા મળતી ગીર ગાયનું મહત્વ હવે પ્રાકૃતિક ખેતીની સાથે વિશ્વના લોકો પણ સમજતા થયા હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં બ્રાઝિલમાં રહીને દુધાળા પશુઓ પર સંશોધન કરતા ડૉ. જોશ અને ડૉ.ફર્નાન્ડોએ જૂનાગઢ જિલ્લાના જામકા ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ગીર ગાયની સારસંભાળ અને તે સબંધી વિગતોનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બ્રાઝિલમાં ગીર ગાયની સંતતિ અને ગાયના બ્રીડના વિસ્તૃત સંશોધન માટે ખૂબ જ મહત્વનો પુરવાર થશે.

બ્રાઝિલના બે પશુ વૈજ્ઞાનિકો જામકા ગામની મુલાકાતે

આજથી 60 વર્ષ પહેલા ભાવનગરના રાજા પાસેથી ઉચ્ચ કોટિનો ગીર ધણખુટ બ્રાઝિલના દેશોમાં મોકલાયો હતો. ત્યારથી જ બ્રઝિલમાં ગીર ગાયનું મહત્વ જોવા મળે છે. આ જોતા એમ કહી શકાય કે, માત્રને માત્ર પશુપાલન અને દુધ ઉત્પાદન કરતી અર્થ વ્યવસ્થા સાથે સમગ્ર વિશ્વને જોડીને બ્રાઝિલે માત્ર પશુપાલનની દિશામાં ખૂબ જ વિકાસ કર્યો છે. ત્યારે હવે ગીર ગાયનું મહત્વ વધી રહ્યુ છે.

બ્રાઝિલના પશુ વૈજ્ઞાનિક ડૉ. રુઝેલ જોશે જણાવ્યું હતું કે, ગીર અને ખાસ કરીને ગીરગાય અમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. એટલે જ અમે અહીં સુધી ખેંચાઈ આવ્યા છીએ. વર્ષો પહેલાના આ સંબંધો આજે જેટલા અગત્યના અને મહત્વના છે જે ભવિષ્યમાં વધુ સુદૃઢ બનીને ગીર ગાયની સંતતિ સમગ્ર વિશ્વમાં પહોંચાડવા માટે અમને મદદરૂપ બનશે. ગીર ગાયને માતા અને બ્રાઝિલને ગીર ગાયના પિતા તરીકે સમગ્ર વિશ્વ માનતું થયુ છે જે અમારા માટે ગર્વની વાત છે. ગીર ગાયની જે સફર ભારતથી શરૂ થઈ હતી તે, હવે બ્રાઝિલ સુધી પહોંચી છે જેને સમગ્ર વિશ્વમાં પહોંચાડવા માટે અમે અમારા અથાગ પ્રયત્નો કરીશું.

Intro:ગીર ગાયની સંતતિ સમગ્ર વિશ્વમાં વિસ્તારે તેના અભ્યાસને લઈને બ્રાઝિલના બે પશુ વૈજ્ઞાનિકો જૂનાગઢની મુલાકાતે

Body:જુનાગઢ અને ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળતી ગીર ગાયની સંતતિ હવે દેશ અને દુનિયાના સીમાડાઓ વટાવે તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે ગીર ગાયની સંપત્તિના વિસ્તૃત અહેવાલ અને પૃથ્થકરણ માટે બ્રાઝિલના ડૉ. રૂઝેલ જોશ અને ડો.ફર્નાન્ડો એ જૂનાગઢની મુલાકાત લીધી હતી અને ગીર ગાયની સંતતિ ના વિસ્તાર અને તેના વિસ્તરણ માટે અભ્યાસ કર્યો હતો

ગીર ગાયનું નામ પડતા જ ગીર પંથક યાદ આવી જાય સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર પંથકમાં જોવા મળતી ગીર ગાય નુ મહત્વ હવે પ્રાકૃતિક ખેતીની સાથે વિશ્વના લોકો પણ સમજતા થયા હોય તેવું લાગી રહ્યું છે આવો જ એક પ્રસંગ જૂનાગઢના આંગણે દિપાયમાંન થયો બ્રાઝિલમાં રહીને દુધાળા પશુઓ પર સંશોધન કરતા ડો. જોશ અને ડો ફર્નાન્ડો એ જૂનાગઢ જિલ્લાના જામકા ગામની મુલાકાત કરીને ગીર ગાયના રખરખાવ અને તેના સંબંધને લઈને અભ્યાસ કર્યો હતો આ અભ્યાસ બ્રાઝિલમાં ગીર ગાયની સંતતિ અને ગાયના બ્રીડના વિસ્તૃત સંશોધન માટે ખૂબ જ મહત્વનો પુરવાર થશે

આજથી ૬૦ વર્ષ પહેલા ભાવનગર ના રાજા પાસેથી ઉચ્ચ કોટિનો ગીર ધણખુટ બ્રાઝિલના દેશોમાં મોકલવામાં આવ્યો હતો ત્યાંથી ગીર ગાય નુ મહત્વ બ્રાઝિલમાં જોવા મળે છે એમ કહી શકાય કે માત્ર ને માત્ર પશુપાલન અને દુધ ઉત્પાદન કરતી અર્થ વ્યવસ્થા સાથે સમગ્ર વિશ્વને જોડીને આજે આંખે વળગી ને ઉડે તેવી અર્થ વ્યવસ્થા બ્રાઝિલે માત્ર પશુપાલનની દિશામાં ખૂબ જ વિકાસ કરી ને મેળવી છે ત્યારે હવે ગીર ગાય નુ મહત્વ વધુ આગળ વધી રહ્યું છે બ્રાઝિલમાં દુધાળા પશુઓના સંશોધન માટે સતત કામ કરી રહેલા બે પશુ વૈજ્ઞાનિકો આજે જૂનાગઢ જિલ્લાના જામકા ગામમાં ગીર ગાયના વધુ અભ્યાસ માટે આવ્યા હતા આ મુલાકાત નો ઉદ્દેશ માત્ર અને માત્ર ગીર ગાય ની રહેણીકરણી અને તેના રખ રખાવ ની જાણકારી માટે ખાસ ડો.રુઝેલ જોસ અને ડો ફર્નાન્ડો એ જૂનાગઢ જિલ્લાના જામકા ગામની મુલાકાત લીધી હતી

બાઈટ 01 ડો.રુઝેલ જોશ,પશુ વૈજ્ઞાનિક બ્રાઝિલ

( આજથી ૬૦ વર્ષ પહેલા ભાવનગરના મહારાજાએ ગીરગાયના ધણ ખૂટ બ્રાઝિલને સુપ્રત કર્યા હતા ત્યારથી બ્રાઝિલ અને ભારત વચ્ચે ગીરગાયના સંબંધ જળવાઇ રહ્યો છે ગીર ગાયની સતતિમાં બદલાવ ક્યારેય કરી શકાય તેમ નથી પરંતુ ગીર ગાયની આ સંતતિને સંકરણના રૂપમાં સમગ્ર વિશ્વમાં ફેલાવી શકાય તેનો અવકાશ આજે પણ જોવા મળે છે ગીર અને ખાસ કરીને ગીરગાય અમારા માટે ખૂબ જ મહત્ત્વની છે માટે અમે અહીં સુધી ખેંચાય આવ્યા છીએ આ સંબંધો આજે જેટલા અગત્યના અને મહત્વના છે જે ભવિષ્યમાં વધુ સુદૃઢ બનીને ગીર ગાયની સંતતિ સમગ્ર વિશ્વમાં પહોંચાડવા માટે અમને મદદરૂપ બનશે ગીર ગાયને માતા અને બ્રાઝિલને ગીર ગાયના પિતા તરીકે સમગ્ર વિશ્વ માનતુ થયુ છે જે અમારા માટે ગર્વની વાત છે ગીર ગાયની જે સફર ભારત થી શરૂ થઈ હતી તે હવે બ્રાઝિલ સુધી પહોંચી છે જેને સમગ્ર વિશ્વમાં પહોંચાડવા માટે અમે અમારા અથાગ પ્રયત્નો કરીશું )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.