- રાષ્ટ્રીય મતદાતા દિવસે શતાયુ મતદારોનો વસવસો
- આજે 11માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
- 25મી જાન્યુઆરીના દિવસે થાય છે મતદાતા દિવસની ઉજવણી
જૂનાગઢ :આજે સમગ્ર 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 25મી જાન્યુઆરીના દિવસે ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. તેની યાદમાં વર્ષ 2011માં પ્રથમ વખત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જે આજે 11માં વર્ષે થઈ રહી છે. વર્ષ 1952માં પ્રથમ વખત મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી મતદાનની પ્રક્રિયા અને મતદાનનું મહત્વ અનેક ગણું બદલાઈ રહ્યું છે. બદલાતા સમય અને સંજોગોની વચ્ચે મતદાન જેવો પવિત્ર અધિકાર આજે લોભ અને લાલચમાં ફસાતો અને ઉલજતો જોવા મળી રહ્યો છે. જેની પાછળ મતદાર કરતા રાજકીય પક્ષોને ખાસ કરીને ચૂંટણી લડતા ઉમેદવારો વધુ જવાબદાર હોવાનું સતાયુ સુધી પહોંચેલા મતદારો વસવસાના રૂપે વ્યક્ત કરી રહ્યા છે.
મતદાર અને મતદાનનું મૂલ્ય કેટલું અમૂલ્ય છે તેનો શ્રેષ્ઠ દાખલો ગીરમાં જોવા મળે છે. ઊના વિધાનસભા નીચે આવતા ગીર ગઢડા તાલુકાના બાણેજ ધાર્મિક સ્થાનમાં એક માત્ર મતદાર માટે આખું મતદાન મથક ઉભુ કરવામાં આવે છે. પાછલા કેટલાય વર્ષથી દેશનું એકમાત્ર મતદાન મથક છે કે, જ્યાં 100% મતદાન સતત થતું આવે છે. આ જ પ્રકારની મતદાનની ટકાવારી લોકશાહીને જીવંત અને મજબૂત બનાવવા માટે પ્રોત્સાહક બળ પૂરું પાડે છે. ગીરના જંગલોની વચ્ચે આવેલું બાણેજ મતદાન મથક એક મતદાર ધરાવતું દેશનુ એકમાત્ર મતદાન મથક છે. જેનો શ્રેય લોકશાહીમાં મતદારને આપવો ઘટે આવી પરિસ્થિતિમાં પણ રાજકીય પક્ષો દ્વારા મતદારને લોભ અને લાલચ થકી પોતાના તરફથી કરવાનો જે હિન પ્રયાસ સતત થતો જોવા મળી રહ્યો છે તેને લોકશાહી માટે આજે પણ કલંક માનવામાં આવે છે.
મતદાન થકી જ લોકશાહી મજબૂત બનશે અને આગળ ધપશે તેવો અભિપ્રાય વ્યક્ત કરતાં શતાયુ મતદાર
પરંતુ વર્તમાન સમયમાં મતદાન અને મતદાર બદલવાની સાથે મતદારોને શામ, દામ, દંડ, ભેદ મારફતે કોઈ પણ રાજકીય પક્ષો કે, ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા મતદારોને પ્રલોભનો આપવાની સાથે તેમના તરફી મતદાન કરવા માટે ઉશ્કેરવામાં આવે છે. તેનો ભોગ હવે મતદારો પણ બની રહ્યા છે. લોકશાહીને મજબૂતી આપતો મતદાર આજે પ્રલોભનોમાં ફસાઈ રહ્યો છે. જેનો વસવસો સતાયુ સુધી પહોંચેલા મતદારો પણ વ્યક્ત કરી રહ્યા છે. લોકશાહીમાં પાયાના પથ્થર સમાન મતદાર આજે જ્ઞાતિ જાતિ અને આર્થિક પાસાઓ સામે પાગળો પુરવાર થઇને તેમને મળેલો મતદાનનો અબાધિત અધિકાર અન્યને હવાલે કરીને લોકશાહીને નુકસાન કરી રહ્યો છે.