ETV Bharat / state

Junagadh News: વણ-ઓળખાયેલી પ્રતિભાઓને બહાર લાવવાનો આજે વિશેષ દિવસ, ચિત્રકારોએ આપ્યો પ્રતિભાવ - young painters of Junagadh

યુવાનોમાં પડેલી અનેક સુષુપ્ત અને વિશેષ યોગ્યતાઓને બહાર લાવવા માટે દર વર્ષે તારીખ 15મી જુલાઈના દિવસે વિશ્વ યુવા પ્રતિભા દિવસની ઉજવણી થાય છે. આધુનિક સમયમાં યુવાન સોશિયલ મીડિયામાં ગળાડુબ જોવા મળે છે. આવા સમયે તેની અંદર છુપાયેલી અનેક પ્રતિભા લોકો સમક્ષ આવતી નથી. ત્યારે જૂનાગઢના યુવાનોએ વરસતા વરસાદની વચ્ચે ચિત્રકલા ના માધ્યમથી પોતાની કળા કુશળતા ને પ્રદર્શિત કરીને લોકોમાં પડેલી અનેક ક્ષમતાઓને બહાર લાવવાનો અનુકરાણીય પ્રયાસ કર્યો હતો.

Junagadh News: ઓળખાયેલી પ્રતિભાઓને બહાર લાવવાનો આજે વિશેષ દિવસ જૂનાગઢના યુવાન ચિત્રકારોએ આપ્યો પ્રતિભાવ

author img

By

Published : Jul 15, 2023, 11:25 AM IST

Junagadh News: વણ-ઓળખાયેલી પ્રતિભાઓને બહાર લાવવાનો આજે વિશેષ દિવસ, ચિત્રકારોએ આપ્યો પ્રતિભાવ

જૂનાગઢ: વિશ્વ યુવા પ્રતિભા દિવસદર વર્ષે 15મી જુલાઈના દિવસે વિશ્વ યુવા પ્રતિભા દિવસની ઉજવણી કરાઈ છે. ખાસ કરીને આજનુ યુવાધન તેમની અંદર રહેલી વિશેષ પ્રતિભા અને તેને ઉજાગર કરવાને લઈને ખૂબ જ ઉદાસીનતા જોવા મળે છે. આધુનિક સમયમાં પ્રત્યાયન ના અતિક્રમણની વચ્ચે પ્રતિભા સંપન્ન આજનો યુવાન આજે પણ પોતાની પ્રતિભા ને વિશ્વ ફલક સમક રાખવામાં ક્યાંક ઊણો ઉતરી રહ્યો છે.

વિશ્વ યુવા પ્રતિભા દિવસઃ તેને ધ્યાને રાખીને આજનો વિશ્વ યુવા પ્રતિભા દિવસ સૌથી મહત્વનો માનવામાં આવે છે.જેને ધ્યાને રાખીને જૂનાગઢના યુવાનોએ પોતાની ચિત્રકલા ના માધ્યમ થકી યુવા પ્રતિભા દિવસની વરસતા વરસાદની વચ્ચે ઉજવણી કરી હતી. પ્રત્યેક વ્યક્તિમાં છુપાયેલી અને વણ ઓળખાયેલી પ્રતિભાને બહાર લાવવામાં મદદરૂપ બની શકાય તે માટે વિશેષ ઉજવણી કરી હતી.

"આજના સમયમાં યુવાન સોશિયલ મીડિયા અને મોબાઈલ ની અંદર ઘરધુચલો બની રહ્યો છે જેના કારણે અનેક પ્રતિભાવાન યુવાનો પોતાની પ્રતિભાને પ્રદર્શિત કે ઉજાગર કરવામાં નિષ્ફળ રહ્યા છે આવા યુવાનોને આજનો દિવસ પ્રેરણા આપશે અને આગામી દિવસોમાં છુપાયેલી પ્રતિભાઓ સાથે જોવા મળતા યુવાનો તેમની પ્રતિભા ને પ્રદર્શિત કરવાની સોનેરી તક પણ પૂરી પાડશે"--વિરલ ( જૂનાગઢના યુવાન ચિત્રકાર)

મુશ્કેલ ભર્યો સમય:આધુનિક સમય પ્રતિભા નો સમયઆધુનિક યુગમાં પ્રતિભા ને પ્રદર્શિત કર્યા વગર કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવી ખૂબ જ મુશ્કેલ જણાય છે, પ્રતિભા સંપન્ન હોવા છતાં પણ આજનો યુવાન પોતાની કાર્ય ક્ષમતાને અનુરૂપ પોતાનું માપદંડ નક્કી નથી કરી શકતો છે ને કારણે અનેક યુવાનો કે જે આજે પણ પ્રતિભા સંપન્ન છે, તેમ છતાં તેઓ તેમની આ પ્રતિભાને ઓળખી શકવામાં નિષ્ફળ રહ્યા છે. અથવા તો આવા પ્રતિભાવાન યુવાનોને ઓળખીને તેને જાહેર જીવનમાં પ્રસ્થાપિત કરનારા લોકોની સંખ્યા ઘટી રહી છે.જેને કારણે આજનો યુવાન વર્ગ પ્રતિભા સંપન્ન હોવા છતાં પણ યોગ્ય માર્ગદર્શન કે મંચ નહીં મળવાને કારણે પણ વિશ્વ સમક્ષ પોતાની પ્રતિભાઓ ઉજાગર કરવાને લઈને મુશ્કેલ ભર્યા સમય માંથી પણ પસાર થઈ રહ્યો છે.

આપણી વચ્ચે હાજર: યુવાનોએ આપ્યો પ્રેરણા સભર સંદેશઆજે વરસતાં વરસાદ ની વચ્ચે પોતાની પ્રતિભા થકી અન્ય યુવાનોને તેમનામાં છુપાયેલી પ્રતિભાઓ ને ઓળખવાનો અને તેને વિશ્વ ફલક પર પ્રદર્શિત કરવા માટેનું એક પ્રેરણા બળ પૂરું પાડ્યું છે યુવાનો માને છે કે પ્રત્યેક વ્યક્તિમાં કુદરતે અલગ ક્ષમતાઓ આપેલી હોય છે. જેને ખુદ વ્યક્તિએ ઓળખવી પડે છે અને તેને યોગ્ય માધ્યમ કે મંચ દ્વારા જાહેર જીવનમાં પ્રસ્થાપિત કરવી પડતી હોય છે. પરંતુ આજના સમયમાં આ પ્રકારની પ્રતિભાઓ આપણી વચ્ચે હાજર જોવા મળે છે. પરંતુ તેને મંચ પર ઉજાગર કરવાને લઈને પૂરતી તક પ્રાપ્ત થતી નથી જેને કારણે પ્રતિભાવાન યુવાનો પણ પોતાની પ્રતિભા સાથે છુપાયેલું જીવન જીવી રહ્યા છે.

  1. Junagadh Majevadi Dargah : મજેવડી તોફાનીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા આપ્યો આદેશ
  2. Junagadh Mob Violence: દરગાહ કેસમાં પોલીસ સામે કોર્ટમાં અરજી, માનવ અધિકારોના ઉલ્લંઘનનો દાવો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.