ETV Bharat / state

હજુ પણ કેટલાક મોટા નિર્ણય થઇ શકે છેઃ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી નિતીન ફળદુ - Nitin Faldu

જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને વર્ષ 2017માં માણાવદર વિધાનસભાની ચૂંટણી લડનારા નિતીન ફળદુએ આજે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ભાજપ કચેરીએ પહોંચેલા નિતીન ફળદુએ વધુ કેટલાક મોટા રાજકીય નિર્ણય કરવાની મીડિયા સમક્ષ વાત કરી હતી.

હજુ પણ કેટલાક મોટા નિર્ણય થઇ શકે છેઃ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી નિતીન ફળદુ

author img

By

Published : Jan 30, 2021, 11:08 PM IST

  • પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી નિતીન ફળદુએ આપ્યું રાજીનામું
  • વધુ કેટલાક મોટા રાજકીય નિર્ણય કરવાની મીડિયા સમક્ષ કરી જાહેરાત
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જિલ્લા ભાજપે પાટીદાર અગ્રણીઓને ખોયા
  • નિતીન ફળદુ સંભવત કોંગ્રેસમાં જોડાઇ તેવા સંકેતો
  • હજુ પણ મોટા રાજકીય નિર્ણય કરવાના બાકીઃ નિતીન ફળદુ

જૂનાગઢઃ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને વર્ષ 2017માં માણાવદર વિધાનસભાની ચૂંટણી લડનારા નિતીન ફળદુએ આજે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવા સાંજના સમયે જિલ્લા ભાજપ કચેરીએ પહોંચેલા નિતીન ફળદુએ વધુ કેટલાક મોટા રાજકીય નિર્ણય કરવાની મીડિયા સમક્ષ વાત કરી હતી. રાજીનામું આપતી વખતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કોઈ પદાધિકારી હાજર નહીં હોવાને કારણે તેમણે જિલ્લા પ્રમુખની હાજરીમાં રાજીનામું આપ્યું હતુ.

હજુ પણ કેટલાક મોટા નિર્ણય થઇ શકે છેઃ પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી નિતીન ફળદુ

પાટીદાર અગ્રણી નિતીન ફળદુએ ભાજપમાંથી રાજીનામું આપ્યું

આજે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને પાટીદાર અગ્રણી નિતીન ફળદુએ ભાજપમાંથી રાજીનામું આપી દેતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપમાં હડકંપ મચી ગયો છે. નિતીન ફળદુએ પક્ષની વિચારધારા સાથે સમાધાન કરતાં નેતાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સ્વતંત્ર જવાબદારીઓ આપવામાં આવી છે. તેના વિરોધમાં આજે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે નિતીન ફળદુ વર્ષ 2017માં માણાવદર વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જવાહર ચાવડા સામે પરાજય થયો હતો, ત્યારબાદ જવાહર ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું આપી માણાવદર બેઠક પરથી ફરી ધારાસભ્ય બનીને વર્તમાન રાજ્ય સરકારમાં પર્યટન પ્રધાન તરીકે કામગીરી કરી રહ્યા છે, ત્યારે નિતીન ફળદુએ રાજીનામા પાછળનું કારણ પ્રધાન જવાહર ચાવડાની મનમાનીને ગણાવ્યું છે અને પક્ષનું મોવડી મંડળ પણ જવાહર ચાવડા સામે નત મસ્તક હોય તે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે છૂટો દોર આપી દીધો છે. તે સૌથી મોટી નારાજગીનું કારણ બની રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં હવે તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓ માટેનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે પાટીદાર અગ્રણીઓ ભાજપમાંથી રામરામ કરવાનો નિર્ણય કરતા જૂનાગઢ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષાપક્ષી અને અદલા બદલીનું વાતાવરણ થયું શરૂ હજુ પણ મતદાન પૂર્વે આ પ્રકારની આવન જાવનમાં જોવા મળશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો

કોઈપણ ચૂંટણી અગાઉ ભાજપ કોંગ્રેસ કે, કોઈપણ રાજકીય પક્ષમાં નેતાઓના રાજીનામા અને અન્ય પક્ષમાં સામેલ થવાની રાજકીય ગતિવિધિઓ એક સામટી જોવા મળતી હોય છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો હોય તે પ્રમાણે પૂર્વ મહામંત્રી અને પાટીદાર સમાજના અગ્રણી નિતીન ફળદુએ રાજીનામું આપ્યુ હતું હજુ પણ આગામી દિવસોમાં કેટલાક કાર્યકરો અને વરિષ્ઠ નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં અને ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થશે. ચૂંટણી પહેલાના દિવસોમાં આ પ્રકારની રાજકીય ગતિવિધિઓ બિલકુલ સામાન્ય હોય છે અને વર્ષોથી આ ગતિવિધિ ચૂંટણીના સમયમાં અને ખાસ કરીને રાજકારણમાં જોવા મળતી હોય છે પરંતુ આજે ભાજપને રામરામ કરી ચૂકેલા નીતિન ફળદુ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલો ફાયદો કરાવી આપશે તેના કરતાં પણ સૌથી મોટી વાત એ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.