- અમદાવાદની આયશાની જેમ વંથલીના યુવકે પણ કરી આત્મહત્યા
- આત્મહત્યા કરતા પહેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરીને ડેમમાં ઝંપલાવ્યું
- વંથલી પોલીસે સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી
જૂનાગઢઃ અમદાવાદમાં થોડા દિવસ પહેલા આયશા નામની યુવતીએ ડેમમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા વિડિયો બનાવી સોશિયલ મિડિયામાં વાઈરલ કર્યો હતો. જેને લઇને આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે જુનાગઢ જિલ્લાના વંથલીમાં રહેતા રમેશ વાણવીએ પણ આ જ રીતે વિડિયો બનાવી ત્યારબાદ ઓજત ડેમમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે. વિડિયોમાં આરોપી કોણ છે અને રમેશને શા માટે આત્મહત્યા કરવા મજબૂર થવુ પડ્યું હતુ તેની સમગ્ર વિગતો રમેશે આત્મહત્યા કરતા પહેલા જણાવી છે. સમગ્ર મામલાને લઈને વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ 'અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શક્લ ન દિખાયે', આત્મહત્યા કરતા પહેલા યુવતીના શબ્દો
બે લાખ રૂપિયાને કારણે રમેશને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી
રમેશ વિડિયોમાં સંજય માકડીયા નામના વ્યક્તિનું નામ લઈ રહ્યો છે. આ વ્યક્તિએ રમેશ પાસેથી 2 લાખ રૂપિયા લીધા હોવાની વાત રમેશ વીડિયોમાં કરી રહ્યો છે. જોકે, સંજય માકડીયા નામના શખ્સ રમેશને પૈસા પરત ન કરતા આર્થિક સંકડામણને કારણે રમેશે આત્મહત્યા કરી હોવાનું વિડિયોમાં ઉલ્લેખ કરાયો છે. હાલ આ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
આ પણ વાંચો- આયશા આત્મહત્યા કેસઃ ETV BHARATએ કેસ લડી રહેલા વકીલ સાથે વાત કરી