જૂનાગઢ : ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં બે રૂપિયાનો ભાવ વધારો કરવાની જાહેરાત કરી હતી. જેને લઇને મજૂર અને દરરોજનું કમાઇ દરરોજનું ખાવાવાળા ગરીબ વર્ગના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકડાઉનના સમય દરમિયાન તમામ વ્યવસાયો બંધ રાખવામાં આવ્યા હતા જેને લઈને સરકારની ટેકસની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે સરકારને નાણાકીય ખોટ આવી છે તેવો તર્ક રજૂ કરીને પેટ્રોલ અને ડીઝલમાં બે રૂપિયાનો ભાવ વધારો કરવાની જાહેરાત કરી હતી. જેને લઇને હવે ગરીબ અને મજૂર વર્ગમાં સરકાર સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
સરકાર સામે વિરોધ, પેટ્રોલ અને ડીઝલમાં થયેલો ભાવ વધારો જૂનાગઢવાસીઓએ નકાર્યો - price hike in petrol and diesel
ગઈકાલે સોમવારે જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં જે તર્ક આપીને બે રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને લઈને મજૂર અને ગરીબ વર્ગ સરકાર સામે ભારે વિરોધ કરતો જોવા મળી રહ્યો છે.