જૂનાગઢ: રાજ્યમાં કોરોના વાઇરસ સતત પગ પેસારો કરી રહ્યો છે. હવે નાના શહેરો અને ગામો તરફ પણ સંક્રમણ ફેલાવી રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ જૂનાગઢ જિલ્લો કોરોના વાઇરસથી મુક્ત જોવા મળી રહ્યો છે. પરંતુ જે પ્રકારે જૂનાગઢના લોકો પોતાની બેદરકારી અને સમજણને વધારે આગળ વધારી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લામાં પણ કોરોના વાઈરસના કેસોની સંખ્યા નોંધાઈ શકે છે.
પરંતુ લોકડાઉનના ત્રીસ દિવસ બાદ લોકો જે પ્રકારે બેદરકારી દાખવીને સામાજિક અંતર સહિત મોટાભાગની તકેદારીઓનો ઉલાળિયો કરતા જોવા મળ્યા હતા, તે બતાવી આપે છે કે, આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લો પણ કોરોના સંક્રમિત વ્યક્તિની હાજરીવાળો જિલ્લો બની જશે. તેનું પરિણામ બેદરકાર લોકોને કારણે સમગ્ર જૂનાગઢ જિલ્લાની જનતાને બનવું પડશે તો નવાઈ નહીં.