- કેશોદ ન.પા.માં ભાજપનું શાસન નહીં સારું કે નહી નરસુ મતદારોએ વ્યક્ત કર્યો અભિપ્રાય
- કેટલાક વિસ્તારોમાં માળખાકીય સુવિધાનો અભાવ તો કેટલાક વિસ્તારોમાં સુવિધાઓ ભરપૂર
- ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણીજંગમાં મતદારો કરશે રાજકીય પક્ષોની આકરી કસોટી
- કેશોદ નગરપાલિકામાં ભાજપનું શાસન નહીં સારું કે નહીં નરસું મતદારોએ વ્યક્ત કર્યો અભિપ્રાય
જૂનાગઢઃ પાંચ વર્ષ બાદ કેશોદ નગરપાલિકામાં સામાન્ય ચૂંટણીઓ યોજવા જઇ રહી છે ત્યારે ETV BHARAT એ કેશોદ નગરપાલિકા વિસ્તારના રહીશોને પાંચ વર્ષના શાસનનો તેમનો અભિપ્રાય કેવો રહ્યો તેને લઇને સવાલો કર્યા હતા જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તારના મતદારોએ પાછલા પાંચ વર્ષનો ભાજપનું શાસન નહીં સારું કે નહીં નરસુ તેવું જણાવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં આજે પણ માળખાકીય સુવિધાઓ જાહેર માર્ગ સ્ટ્રીટ લાઈટ સફાઈ અને પીવાના પાણીને લઇને લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ જોવા મળી રહી છે પરંતુ જે વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ નથી ત્યાંના મતદારો નગરપાલિકાના સત્તાધીશો સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.
ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)નાઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. જેમાં ત્રણેય રાજકીય પક્ષો વિકાસના વાયદાઓને લઈને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. પરંતુ પાછલા કેટલાય વર્ષોથી કેશોદમાં રહેતા અને નગરપાલિકા વિસ્તારના મતદારો ત્રણેય રાજકીય પક્ષોના ઉમેદવારોને કામ કરવાની તેની નૈતિકતા અને હિંમતને કસોટી મતદાનના રૂપમાં ચોક્કસ કરશે કેટલાક વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ નથી તેવા વિસ્તારમાં પહેલાના સત્તાધીશોને મતદારોના રોષનો ભોગ બનવું પડે એવું પણ લાગી રહ્યું છે તો બીજી તરફ જે વિસ્તારમાં સુખ-સુવિધાઓ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આપવામાં આવી છે તેને લઈને આ વિસ્તારના મતદારો તેમના પર ઓળઘોળ પણ બની શકે છે.