જૂનાગઢ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીઓ માટે હવે તમામ રાજકીય પક્ષો સજ્જ થઇ રહ્યા છે. ત્યારે રવિવારના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો હતો. જૂનાગઢના ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી રેશમા પટેલે પક્ષના મેનિફેસ્ટોને રજૂ કર્યો હતો. જૂનાગઢ મનપા બની છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ વારાફરતી જૂનાગઢ પર રાજ કરતી આવી છે. પરિણામે જૂનાગઢમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિકાસ જોવા મળ્યો નથી. જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ વખતના મેનિફેસ્ટોમાં સ્થાનિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને NCPએ પોતાનો મેનિફેસ્ટો તૈયાર કર્યો હોવાનું કોંગ્રેસી કાર્યકર્તાઓ જણાવી રહ્યાં છે.
જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીમાં NCP દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો - Gujarat
જૂનાગઢઃ શહેરમાં મનપાની સામાન્ય ચૂંટણી માટે NCP દ્વારા રવિવારે મેનિફેસ્ટો જાહેર કરાયો હતો. જેમાં જૂનાગઢ પ્રદેશના કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જૂનાગઢ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીઓ માટે હવે તમામ રાજકીય પક્ષો સજ્જ થઇ રહ્યા છે. ત્યારે રવિવારના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી દ્વારા મેનિફેસ્ટો જાહેર કરાયો હતો. જૂનાગઢના ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી રેશમા પટેલે પક્ષના મેનિફેસ્ટોને રજૂ કર્યો હતો. જૂનાગઢ મનપા બની છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ વારાફરતી જૂનાગઢ પર રાજ કરતી આવી છે. પરિણામે જૂનાગઢમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિકાસ જોવા મળ્યો નથી. જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ વખતના મેનિફેસ્ટોમાં સ્થાનિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને NCPએ પોતાનો મેનિફેસ્ટો તૈયાર કર્યો હોવાનું કોંગ્રેસી કાર્યકર્તાઓ જણાવી રહ્યાં છે.
Body:જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી માટે એનસીપી દ્વારા આજે તેમનો મેનિફેસ્ટો જાહેર કરાયો હતો જૂનાગઢના પ્રદેશ દસમા પટેલની હાજરીમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો
જૂનાગઢ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીઓ માટે હવે તમામ રાજકીય પક્ષો સજ્જ થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા તેમનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો જૂનાગઢના ઇન્ચાર્જ અને પ્રદેશ મહામંત્રી રેશમા પટેલ દ્વારા પક્ષના મેનિફેસ્ટો ને આજે રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી જૂનાગઢ મનપા બની છે ત્યાંથી ભાજપ અને કોંગ્રેસ વારાફરતી જુનાગઢ પર રાજ કરતી આવી છે જેના પરિણામે જુનાગઢ નો વિકાસ રૂંધાય ગયો છે
ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે પ્રકારે જૂનાગઢના વિકાસમાં રોડા નાખવાનું કામ કર્યું છે અથવા તો પ્રજાના પૈસા ગેરવલ્લે ખર્ચીને માત્ર સ્વ પ્રસિદ્ધિ ખાતર જે રીતે કામ કરવામાં આવ્યું છે તેને જોતા જો આગામી ચૂંટણીઓમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી નો જૂનાગઢ મનપામાં વિજય થશે તો ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે પ્રકારે જૂનાગઢની પ્રજાને બાનમાં રાખીને કામ કર્યું છે તેમાંથી પ્રજાને મુક્તિ અપાવશે અને જૂનાગઢની જનતાની પ્રાથમિક જરૂરિયાત જેવીકે રોડ પાણી સફાઈ અને સ્ટ્રીટલાઈટ જેમાં પ્રશ્નને અગ્રતા આપીને તાકીદના ધોરણે ઉકેલવાનો પ્રયાસ કરશે તેમજ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે પ્રકારે જૂનાગઢમાં ભ્રષ્ટાચાર નો ખેલ ખેલ્યો છે તેવા તમામ કામોની ઉચ્ચકક્ષાએથી તપાસ કરાવીને જો ભ્રષ્ટાચાર સાબિત થશે તો આવા ભ્રષ્ટાચારીઓને સજા અપાવવા માટે એનસીસીની બોડી જૂનાગઢ મહાનગરપાલિકામાં કામ કરશે
Conclusion: