- ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબક્યો
- ફોરેસ્ટ ટીમે રેસ્ક્યૂુ કરી બહાર કાઢ્યો
- ગામલોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા
જૂનાગઢ : જિલ્લાના માંગરોળના ખોડાદા ગામે એક ખુલ્લા 20 ફુટ ઉંડા કુવામાં સિંહ ખાબકયો હતો. સિંહ કૂવામાં પડી ગયાની જાણ ખેડૂતને થતા ખેડૂત દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો
જ્યારે સિંહ કુવામાં પડતાં ગામલોકોનાં ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડયા હતા. જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્કયૂ કરીને સિંહને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ આ સિંહને રેસ્ક્યૂ કરી કુવામાંથી બહાર કાઢીને અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. ખોડાદાની સીમમાં છેલ્લાં ઘણાં સમયથી સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે. અહીંના કુવા ખુલ્લા હોવાથી શિકારની શોધમાં કુવામાં સિંહ ખાબક્યો હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.