ETV Bharat / state

ખાનગી ક્લાસીસ શરૂ કરવાના સરકારના નિર્ણયને જૂનાગઢના ખાનગી કોચિંગના સંચાલકોએ આવકાર્યો - Private tuition classes

કોરોના સંક્રમણને કારણે ગત 11 મહિનાથી બંધ રહેલા ખાનગી કોચિંગ ક્લાસીસ આગામી 1લી ફેબ્રુઆરીથી શરૂ કરવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયને જૂનાગઢના ટ્યૂશન સંચાલકો આવકારી રહ્યા છે.

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Jan 27, 2021, 4:49 PM IST

Updated : Jan 27, 2021, 7:51 PM IST

  • ખાનગી ટ્યૂશન ક્લાસીસ પણ થશે 1 ફેબ્રુઆરીથી શરૂ
  • સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનું કરવું પડશે પૂરતું પાલન
  • કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય

જૂનાગઢ : રાજ્ય સરકારની બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. જેમાં શિક્ષણ વિભાગને લઈને કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. જે પૈકી ગત 11 મહિનાથી બંધ ખાનગી ટ્યૂશન ક્લાસીસને શરૂ કરવાની સરકારે મંજૂરી આપી છે. ધોરણ 9થી 12 સુધીના ખાનગી કોચિંગ ક્લાસીસ આગામી 1લી ફેબ્રુઆરીથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશના પૂરતા પાલન કરવાની સાથે 11 મહિના બાદ ફરી એક વખત શરૂ થવા જઈ રહ્યા છે. જેને જૂનાગઢના ક્લાસીસ સંચાલકોએ આવકાર આપ્યો છે.

ક્લાસિસ શરૂ કરવાના સરકારના નિર્ણયને જૂનાગઢના ખાનગી કોચિંગના સંચાલકોએ આવકાર્યો

સરકારના નિર્ણયને ખાનગી ટ્યૂશન સંચાલકોએ આવકાર્યો

રાજ્ય સરકાર હવે શિક્ષણને ધીમે ધીમે પૂર્વવત કરવા તરફ આગળ વધી રહી છે. ત્યારે પ્રથમ તબક્કામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાળાએ આવવા માટે મંજૂરી આપી હતી. જેમાં એકલ દોકલ બનાવને બાદ કરતા કોરોના સંક્રમણ જોવા મળ્યું ન હતું, તેને ધ્યાને રાખીને બુધવારની કેબિનેટ બેઠકમાં વધુ કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં શાળાની સાથે ખાનગી કોચિંગ ક્લાસિસ પણ ખોલવાની શરતી મંજૂરી આપવામાં આવી છે. જેને કોચિંગ ક્લાસિસના સંચાલકો પણ આવકારી રહ્યા છે. ગત 11 મહિનાથી સતત ઓનલાઇન શિક્ષણને કારણે જે માનસિક પરિતાપ શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓને પણ વેઠવો પડતો હતો, તેમાંથી હવે મુક્તિ મળવા જઈ રહી છે અને આગામી 1લી ફેબ્રુઆરીથી શિક્ષણની ખાનગી કોચિંગ સંસ્થાઓ શરૂ થઈ રહી છે, જેને સંચાલકોએ આવકારી રહ્યા છે.

1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ થશે, ખાનગી ટ્યૂશન પણ શરૂ કરી શકાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં શાળા અને કોલેજ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે ખાનગી ટ્યૂશન પણ શરૂ કરી શકાશે.

Last Updated : Jan 27, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.