- યાત્રિકોની સુરક્ષાના ધારાધોરણ મુજબ રોપ-વે સંચાલકોનો અનુકરણીય નિર્ણય
- વીજ પ્રવાહમાં ખામી સર્જાતા ગિરનાર રોપ-વે એક કલાક સુધી રહ્યો બંધ
- વીજ પુરવઠો પૂર્વવત થતાં ફરી રોપ-વે શરૂ કરવામાં આવ્યો
- પ્રવાસીઓને સુરક્ષાને લઇને સંચાલક ઉષા બ્રેકો કંપનીનું અનુકરણીય પગલુંટેક્નિકલ ખામીના કારણે ગિરનાર રોપ-વે એક કલાક બંધ રહ્યો
જૂનાગઢઃ ગિરનાર રોપ-વેમાં એકાએક ટેક્નિકલ ખામી સર્જાતા એક કલાક સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. પાવર સપ્લાયમાં સતત આવી રહેલા વિક્ષેપને કારણે આવું કરવાની ફરજ ગિરનાર રોપ-વે ના ઇજનેરોને પડી હતી. પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે એટલે રોપ-વેની સુવિધા તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી.
![ટેક્નિકલ ખામીના કારણે ગિરનાર રોપ-વે એક કલાક બંધ રહ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9986846_ropway_b_7200745.jpg)