જૂનાગઢ : આવતીકાલે 13મી રાષ્ટ્રીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે. આસ્થામાં સમગ્ર દેશમાંથી અંદાજીત ૫૦૦ કરતા વધુ મહિલા અને પુરુષ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ સ્પર્ધા છેલ્લા 13 વર્ષથી જૂનાગઢના ગિરનાર પર્વત પર યોજાતી આવી છે. જેમાં પ્રથમ વખત આધુનિક અને ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને આ સ્પર્ધાને સંપૂર્ણ પણે ડિજિટલ બનાવવામાં આવી છે. જેમાં સ્પર્ધકે સ્પર્ધા શરૂ કર્યાથી લઈને સ્પર્ધા પૂર્ણ થયા સુધીની તમામ ગતિવિધિ ડિજિટલ માધ્યમથી રેકોર્ડ કરવામાં આવશે.
આ ઉપરાંત જ્યારે સ્પર્ધા શરૂ થયાની પ્રથમ સેકન્ડથી લઈને સ્પર્ધા પૂર્ણ થયાની અંતિમ સેકન્ડ સુધીનો તમામ સમય પણ સ્પર્ધકને તેના મોબાઇલમાં મળી રહે અને સ્પર્ધા દરમિયાન આ સમય સ્પર્ધક સાથે જોડાયેલી એક માઇક્રોચીપ કરશે જેને લઇને આ સ્પર્ધાની વિશ્વસનીયતા ખૂબ જ વધશે.