ETV Bharat / state

Gir Lion Death: સિંહણ અને કાળીયારના મૃતદેહનું માસ ચોરી કરનાર શખ્સોની વન વિભાગે અટકાયત કરી - Death of Gir Lion Death and antelopes theft

18મી મેના દિવસે ગીર અને સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમા 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડયો હતો. જેને લઈને એક સિંહણ અને એક કાળીયારના મૃતદેહો(Gir Lion Death) શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતા. છેલ્લા આઠ મહિનાની તપાસ બાદ વન વિભાગે(forest department in gujarat) વેકરીયાના ત્રણ શખ્સોની સિંહના પંજાના નખ અને કાળીયારનુ માસ ચોરી(Lion Mass Theft) જવાના ગુનામાં અટકાયત કરી છે.

Gir Lion Death: સિંહણ અને કાળીયારના મૃતદેહનું માસ ચોરી કરનાર શખ્સોની વન વિભાગે અટકાયત કરી

author img

By

Published : Dec 16, 2021, 1:17 PM IST

  • વનવિભાગે વેકરીયાના ત્રણ શખ્સોએ કરી અટકાયત
  • સિંહના નખ અને કાળીયારનું માસ ચોરી જવાના ગુનામાં અટકાયત
  • ત્રણેય શખ્સો આઠ મહિના પૂર્વે સિંહણના નખ અને પંજાની ચોરી કર્યાની કબૂલાત કરી
  • સિંહણના ત્રણ પંજામાંથી કુલ 13 જેટલા નખ ગુમ

જુનાગઢઃ 18મી મેના દિવસે સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડાએ ભારે કહેર મચાવ્યો હતો. ત્યારે આ વાવાઝોડાને કારણે જૂનાગઢ સહિત ગીર પંથકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે એ વાવાઝોડામાં વિસાવદર નજીક આવેલા વેકરીયા ડેમના કિનારા પરથી મૃત હાલતમાં એક સિંહણ(Vekaria dam lion) અને કાળીયારનો મૃતદેહ મળી આવ્યાની જાણ વન વિભાગને(forest department in gujarat) થઈ હતી. વન વિભાગે મૃતક સિંહણ(Gir Lion Death) અને કાળિયારના મૃતદેહો કબજો કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

માસની ચોરી કરવાનો ગુનો દાખલ

વન વિભાગની ટીમે તપાસ હાથ ધરતા સિંહણના મૃતદેહ પરથી આગળના બે અને પાછળનો એક પંજો અને કાળીયાર હરણમાંથી માસની ચોરી(Lion Mass Theft) થયાની ઘટના સામે આવી હતી. જેને લઇને વન વિભાગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ આ કાર્ય કરવા બદલ ચોરી કરવાનો ગુનો(Forest Department crime) દાખલ કર્યો હતો.

આઠ મહિના બાદ વન વિભાગને મળી સફળતા ત્રણ શખ્સો પકડાયા

વનવિભાગે સમગ્ર મામલાને લઈને આઠ મહિના સુધી તપાસ શરુ રાખી હતી. જેના અંતે વન વિભાગને સફળતા મળી છે. વેકરીયાના ત્રણ દેવીપુજક શખ્સોને માસ ચોરી કરવાના ગુનામાં પૂછપરછ હાથ ધરતા પકડાયેલા ત્રણેય શખ્સોએ સિંહણના પંજા નખ(Lion claw nails Theft) સાથે અને કાળીયારનું માસ ચોરી(Theft of the carcass of a lion antelope) કર્યાની ફરિયાદ કબુલાત કરી હતી. ત્યારબાદ વન વિભાગે કોર્ટમાં રજૂ કરી પકડાયેલા આ ત્રણેય ઈસમોને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ વન વિભાગને સુપરત કર્યા છે.

ગુમ થયેલા સિંહણના 13નખ વન વિભાગ માટે પણ તપાસના કોયડા સમાન

ગુમ થયેલા સિંહણના ત્રણ પંજામાંથી કુલ 13 જેટલા નખ ગુમ જોવા મળ્યા છે. આ 13 નખની કરોડોમાં કિંમત આંતરરાષ્ટ્રીય બજાર મુજબ થતી હોય છે. ત્યારે આ પરિસ્થિતીમાં પકડાયેલા ત્રણેય શખ્સો પાસેથી મુદ્દામાલના ભાગરૂપે સિંહણના 13 નખ પૈકી કેટલા નખ વનવિભાગને પરત મેળવવામાં સફળતા મળશે તે આગામી સમય બતાવશે. આ ઉપરાંત નખ ખરીદનાર સુધી પણ વિભાગને પહોંચવા માટે મુશ્કેલી પડી શકે છે. આ ઘટનાના આઠ મહિના બાદ ત્રણ શખ્સોને પકડી પાડવામાં વનવિભાગને સફળતા મળી છે ત્યારે ગુમ થયેલા સિંહના નખ પંજા સાથે મળવાની શક્યતાઓ પણ પ્રબળ બની શકે છે.

આ પણ વાંચોઃ નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ

આ પણ વાંચોઃ ગિરનાર જંગલમાં રાખવામાં આવેલી સૂચનાના બોર્ડ નીચે જ સિંહણનો અદભુત પોઝ, તસવીર થઈ કેમેરામાં કેદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.