સમગ્ર રાજ્યમાં ખાતર કાંડ બહાર આવ્યા બાદ શુક્રવારે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ડીએપી ખાતરમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોવાની શંકા વ્યક્ત કરી તેની લેબોરેટરીમાં ચેક કરવાની માંગ કરી હતી.સૌરાષ્ટ્રમાં એક પછી એક સિલ સિલાબંધ કૌભાંડોની વિગતો બહાર આવી રહી છે.
ત્યારે વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ડીએપી ખાતરમાં ઓછા વજનની.સાથે ખાતર બનાવતી કંપનીઓ દ્વારા ફોસ્ફરસનું પ્રમાણ ઘટાડીને ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં આર્થિકની સાથે કૃષિ ઉત્પાદન અને ઉતારા પર પણ ગંભીર અસર કરે તેવી મિલાવટ કરીને ખેડૂતને છેતરવાના પ્રયાસના ભાગરૂપે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવો સનસનાટીભર્યો આક્ષેપ કર્યો હતો.
હર્ષદ રિબડીયાએ ડીએપી ખાતરના બે અલગ-અલગ નમૂનાઓ શુક્રવારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ફૂડ અને ખોરાક ઔષધ નિયમન લેબોરેટરીમાં તપાસ માટે આપીને ડીએપીમાં ફોસ્ફરસનું પ્રમાણ કેટલું છે. તે જણાવવા લેબોરેટરીના અધિકારીઓને વિનંતી કરી હતી.ગોંડલમાંથી શરૂ થયેલું મગફળીનું કૌભાંડ ગોંડલ બાદ રાજકોટ જેતપુર અને જૂનાગઢ જિલ્લાના કેશોદમાં તુવેરમાં ભેળસેળ બાદ છેક ભેળસેળનો રેલો ભાવનગરના તળાજા સુધી પહોંચ્યો હતો.
ત્યારે ફરીવાર જેતપુર એક વખત ખાતરમાં ભેળસેળને લઈને બદનામ થઈ રહ્યું છે. મગફળીકાંડના તમામ આરોપીઓ અને મિલાવટની સિલસિલાબંધ વિગતો જેતપુરમાંથી જ બહાર આવી હતી. ત્યારે આ પ્રકારની ભેળસેળ જેતપુરમાંથી જ બહાર આવી રહી છે.ત્યારે કોંગ્રેસને સમગ્ર મામલે સરકાર દ્વારા કોઈ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તેવી આશાઓ નથી ત્યારે કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલાને ખેડૂતના ઘર અને ખેતર સુધી લઈને સરકાર સામે લડવાનું એકજન માનસ ઊભું કરી રહી છે. જેમાં હવે ધીરે-ધીરે સફળતા પણ મળી ગઈ છે એક પછી એક મગફળી બાદ તુવેર અને હવે ખાતરમાં પણ ગોલમાલ બહાર આવી છે.
જેને લઇને રાજ્ય સરકાર પણ વિસામણમાં મુકાયેલી જોવા મળી રહી છે. મગફળી, તુવેર અને ખાતર તમામ કૃષિ જણશો અને કૃષિમાં ઉપયોગમાં લેવામાં આવતા ખાતરોમાં ભેળસેળ રાજ્ય સરકારની નજર અને જાણ બહાર થયેલ હોય તેવુ કોંગ્રેસ માનતી નથી માટે રાજ્ય સરકાર પણ તટસ્થ તપાસની કોઈ ખાત્રી નહીં રાખીને સમગ્ર મામલો ખેડૂતોના ખેતર સુધી લઈ જઈને સરકાર ખેડૂત વિરોધી છે. આ સમજાવવામાં હવે કોંગ્રેસ ક્યાંકને ક્યાંક સફળ થઈ રહી છે જેને લઇને આગામી દિવસોમાં ખેડૂત સમાજમાં પણ સરકાર સામે વ્યાપક રોષ ઉભો થાય તેવું વાતાવરણ બની રહ્યું છે.