ETV Bharat / state

ચૈત્રી નવરાત્રીમાં જોવા મળી રહી છે કોરોનાની અસર, મંદિરમા માત્ર પૂજારી રહે છે હાજર - junagadh latest news

કોરોનાની વ્યાપક અસર ઠેર-ઠેર જોવા મળી રહી છે. ચૈત્રી નવરાત્રીના સમય દરમિયાન પણ માત્ર પૂજારીઓ દ્વારા મંદિરમાં આરતી કરાઇ રહી છે.

કોરોનાની અસરને ચૈત્રી નવરાત્રીની આરતીમાં પણ જોવા મળી

author img

By

Published : Mar 28, 2020, 3:00 PM IST

જૂનાગઢઃ કોરોના વાઈરસને પગલે સમગ્ર વિશ્વ લોકડઉન જોવા મળી રહ્યું છે, ત્યારે હાલ ભારતમાં ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. વાઇરસની અસરને કારણે તમામ ધાર્મિક સ્થળોને બંધ રાખવાનો સરકારનો આદેશ છે. જેને લઇને નવરાત્રી દરમિયાન માત્ર મંદિરના પૂજારી મા જગદંબાની આરતી કરીને નવરાત્રિની ઉજવણી કરી રહ્યાં છે.

ચૈત્રી નવરાત્રીમાં જોવા મળી રહી છે કોરોનાની અસર, મંદિરમા માત્ર પૂજારી રહે છે હાજર
કોરોના વાઇરસની વૈશ્વિક અસરને કારણે સમગ્ર વિશ્વ લોકડાઉન જોવા મળે છે, ત્યારે કેન્દ્ર સરકારના આદેશને પગલે તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હાલ સમગ્ર ભારત વર્ષમાં ચૈત્રી નવરાત્રીનું આયોજન પણ થયું છે. ચૈત્ર મહિનાના નવ દિવસ માઈ ભક્તો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે, પરંતુ કોરોના વાઇરસને પગલે જે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તેને કારણે મંદિરોમાં કોઈ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું નથી. માત્ર પૂજારીઓ દ્વારા જ જગત જનની મા જગદંબાની આરતી કરીને ચૈત્રી નવરાત્રીની ઉજવણી થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.