- પાવર કટ થતાં એક સાથે આઠ મૃતદેહો જોવા મળ્યા લાઈનમાં
- સોનાપુરી મુક્તિધામમાં વીજ પુરવઠો બંધ થતાં પડી ભારે હાલાકી
- સવારના સમયે આઠ જેટલા મૃતદેહો અંતિમવિધિ માટે જોવા મળ્યા કતારમાં
- જૂનાગઢ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આ સમસ્યાના નિરાકરણને લઇને આગામી દિવસોમાં કરાશે કોઈ નક્કર આયોજન
- જૂનાગઢમાં આવેલા સોનાપુર મુક્તિધામમાં વીજ પુરવઠો બંધ થતાં પડી ભારે હાલાકી
જૂનાગઢ: ભવનાથ વિસ્તારમાં આવેલા સોનાપુર મુક્તિધામમાં વહેલી સવારના સમયે વીજ પૂરવઠો કોઈ ટેકનિકલ કારણોસર બંધ થઈ જતા સવારે અંતિમવિધિ કરવા માટે આવેલા આઠ જેટલા મૃતદેહો કતારબંધ સોનાપુર મુક્તિધામમાં જોવા મળ્યા હતા. હિન્દુ ધર્મમાં જેને સોળમાં સંસ્કાર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેવા અંતિમ સંસ્કાર માટે પણ જૂનાગઢ સોનાપુરી મુક્તિધામમાં કતાર બંધ હાલતમાં મૃતદેહો જોવા મળતા હતા. જેને લઇને પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરવા માટે આવેલા વ્યક્તિઓ થોડો ખચકાટ અનુભવી રહ્યા હતા.
મનપાના સત્તાધીશોએ અન્ય વિકલ્પ અને નવી વ્યવસ્થા પર વિચાર કરવાનો etv ભારતેને આપ્યો વિશ્વાસ
સમગ્ર મામલાને લઈને etv ભારતે જૂનાગઢ મનપાના સત્તાધીશોનો સંપર્ક કર્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે પાવર સપ્લાય બંધ થવા જેવી પરિસ્થિતિમાં જે વ્યક્તિઓને પોતાના સ્વજનની અંતિમવિધિ કરવા માટે મુશ્કેલીઓ પડી છે તેના બદલ અમે પણ દુઃખની લાગણી અનુભવીએ છીએ વધુમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ આગામી દિવસોમાં આકસ્મિક પાવર બંધ થવાના કિસ્સાઓમાં અન્ય વિકલ્પો લાકડાની સાથે બીજો શું હોઈ શકે તેના પર ચોક્કસપણે વિચાર કરવાની અને શક્ય હશે ત્યાં સુધી તેનો અમલ કરાવવાની હૈયાધારણા પણ etv ભારતને આપી હતી.