જૂનાગઢઃ જિલ્લામાં વધુ એક અધિકારી અને તેના વતી લાંચ લેતા એક વકીલને જૂનાગઢ ACBએ રંગે હાથ ઝડપી પાડયા હતા. છેલ્લા કેટલાક સમયથી વંથલી મામલતદાર કચેરીમાં ખેડૂતો અને અરજદારોને જરૂરી એવા દાખલાઓ અને સરકારી યોજનાઓમાં લાભ લેવા માટે કેટલાક દસ્તાવેજીની જરૂર હોય છે, તેને કઢાવવા માટે નાયબ મામલતદાર નિલેશ કાલાવાડિયા રૂપિયા 5000ની લાંચ લેતા શુક્રવારે ઝડપાઈ ગયો હતો.
છેલ્લા કેટલાક સમયથી વંથલી મામલતદાર કચેરીમાં સરકારી કામ કરવાના બદલામાં અધિકારીઓ દ્વારા લાંચ માગવાની ફરિયાદો ઉઠી રહી હતી. જેને લઈને જૂનાગઢ ACB દ્વારા શુક્રવારે એક ટ્રેપ ગોઠવામાં આવી હતી. જેમાં ખેડૂત ખાતેદારોને દાખલો કાઢી આપવાના બદલામાં મામલતદાર વતી રૂપિયા 5000 હજારની લાંચ લેતા મુકુંદ શર્મા નામનો વચેટીયો વકીલ રંગે હાથ ઝડપાઈ ગયો હતો. જૂનાગઢ જિલ્લામાં લાંચને લઈને ACB વધુ કડક બની રહી છે, થોડા દિવસો પહેલા ACBના PIને પણ લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા હતા.