જૂનાગઢઃ ઉનાળાની ગરમી હવે સતત વધી રહી છે. આજે જૂનાગઢ શહેરમાં માર્ચ મહિનાના સરેરાશ તાપમાન વધારે (Temperature rise in Junagadh) કહી શકાય તે પ્રકારે 3 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આવનારા દિવસોમાં હજુ પણ વધારો(Junagadh Meteorological Department ) થવાની શક્યતા હવામાન વિભાગના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. જૂનાગઢ શહેરના માર્ચ મહિનામાં સરેરાશ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો વાતાવરણની પ્રતિકૂળતા સૂચવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ઉનાળાની શરૂઆત થતાં ભાવનગરમાં અનેક લોકો થયા બેભાન, તમે પણ આટલું ધ્યાન રાખજો..!
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટ વેવની આગાહી - જે પ્રકારે સતત ગરમી વધી રહી છે તેને ધ્યાને રાખીને પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હીટ વેવની આગાહી (amount of heat in the state)પણ જાહેર કરી છે. જૂનાગઢ, મોરબી,રાજકોટ, અમરેલી સહિત મોટાભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કારમી ગરમી લોકોને ત્રાહિમામ કરી શકે છે. તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જે પ્રકારે માર્ચ મહિનાના સરેરાશ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ખૂબ વધારે કહી શકાય તે પ્રકારનો વધારો થયો છે.
ગરમીમાં ચિંતાજનક વધારો થતાં ઉનાળુ પાકને પણ નુકસાનની શક્યતા - આ ચિંતાજનક બાબતની વચ્ચે ગરમીનું સતત વધવું ઉનાળુ પાકો ખાસ કરીને મગફળી અને કઠોળ વર્ગના પાકોને નુકસાન થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વધુમાં હવામાન વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે કે આકરી ગરમીમાં કૃષિ પાકોને બચાવવા માટે ખેડૂતોએ વહેલી સવારે અને મોડી સાંજે હળવું પિયત કરવાથી ગરમીથી થતાં કૃષિ પાકોના નુકસાનને થોડે ઘણે અંશે બચાવી શકાય તેમ છે. પરંતુ જે પ્રકારે સતત ગરમી વધી રહી છે તે ચિંતાનો વિષય છે તેની વચ્ચે હવામાન વિભાગે પણ આકરી ગરમીથી તૈયાર રહેવા અને સાવચેતી સાથે લોકોને વર્તન કરવા જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Gujarat Weather Report : આજે સાચવજો..!, રાજ્યના લોકો હીટવેવમાં માટે તૈયાર રહેજો