ગુજરાતી થાળી, પંજાબી થાળી, બંગાળી થાળી.... જેટલા રાજ્યો એટલી થાળી. પરંતુ ગુજરાતીઓ સામે એક એવી થાળી આવી છે જે માત્ર કુંભકર્ણ જ જમી શકે. જુનાગઢના પટેલ રેસ્ટોરન્ટે કુંભકર્ણના નામ પર જે થાળી રજુ કરી છે, તે ઘણી બધી રીતે વિશેષ છે. 32 જાતના વ્યજંનથી ભરપૂર અને ખીચોખીચ ભરેલી થાળી એક માણસે ખાવી એ હિંમતનું કામ છે. જો તેની વિશેષતાની વાત કરીએ તો તે છે તેની પીરસવાની રીત. જાણે મહારાજા સમક્ષ મહાભોજન પીરસવામાં આવતું હોય એવા અંદાજમાં આપણી સમક્ષ આ થાળી આવે છે. રામાયણમાં કુંભકર્ણ માટે જે રીતે ભોજન પીરસાતું એ જ રીતે.
આ થાળીનો વિચાર સૌથી પહેલો હોટલના મેનેજર કૈલાસસિંહને આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આખા પરિવારને પરવડે અને લોકોને કંઈક નવું મળે તે માટે અમે કુંભકર્ણ થાળી શરૂ કરી છે. તેમાં મિષ્ઠાનથી લઈ અલગ-અલગ પ્રકારના શાક, કચુંબર અને 5 પ્રકારની રોટલી પીરસવામાં આવે છે. થાળીની કિંમત 1000 રુપિયા છે. પરંતુ આ થાળી 4થી 5 લોકો જ ખાઈ શકે છે.
હોટલના માલિકે કુંભકર્ણ થાળી ખાનાર વ્યક્તિને ઈનામ આપવાની જાહેરાત કરી છે. તેમનો દાવો છે કે, એક વ્યક્તિ આ થાળી આરોગી શકતો નથી. જે પહેલો ગ્રાહક એકલો જ આખી થાળી જમી જશે એને 1100 રુપિયાનું ઈનામ અમે આપીશું. એટલુ જ નહીં બિલ પણ માફ કરવામાં આવશે.
કુંભકર્ણ નામની થાળી પણ હોય શકે એ વાત જ લોકોને રોચક લાગી રહી છે. કુંભકર્ણ થાળી સ્વાદ રસિયાઓને એ હદે આકર્ષી રહી છે કે ન માત્ર જુનાગઢ આખા સૌરાષ્ટ્રમાંથી અને છેક અમદાવાદથી પણ લોકો જ્યારે જુનાગઢ જાય ત્યારે આ રેસ્ટોરન્ટની મુલાકાત લેવાનું ચુકતા નથી. અમદાવાદના એક સ્વાદપ્રેમીએ કુંભકર્ણ થાળી અંગે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, કુંભકર્ણ નામની થાળી પણ હોય શકે એ વાત જ લોકોને રોચક લાગી રહી છે. કુંભકર્ણ થાળી સ્વાદ રસિયાઓને એ હદે આકર્ષી રહી છે કે ન માત્ર જુનાગઢ આખા સૌરાષ્ટ્રમાંથી અને છેક અમદાવાદથી પણ લોકો જ્યારે જુનાગઢ જાય ત્યારે આ રેસ્ટોરન્ટની મુલાકાત લેવાનું ચુકતા નથી. અમદાવાદના એક સ્વાદપ્રેમીએ કુંભકર્ણ થાળી અંગે પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, આ નામ સાંભળીને જ અમે અહીં સુધી આવ્યા છે. નામ પ્રમાણે જ થાળી છે. એક થાળીમાં આટલી બધી વેરાયટી જોઈને જ પેટ ભરાય જાય.
જુનાગઢના પટેલ રેસ્ટોરન્ટની થાળી ગ્રાહકોને તો પસંદ આવી જ રહી છે. પરંતુ થાળી જ્યારે સામે આવે અને જમવાનું પુરૂ થાય ત્યારે દરેકને ગ્રાહકને એવો અનુભવ થાય છે કે, તેમણે આખા કુંભકર્ણને ખાઈ લીધો અથવા તો કુંભકર્ણની જેમ ભોજન ખાધું.