જૂનાગઢ/સોમનાથ: સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાત સરકાર તરફથી તમિલ સંગમમ કાર્યક્રમ ખુલ્લો મૂકાયો હતો. જેમાં કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તથા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમની સાથો સાથ બન્ને રાજ્યના હસ્તકલા પ્રદર્શનનો પણ પ્રારંભ થયો હતો. જેમાં બન્ને રાજ્યના નામી-અનામી કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી.
આ પણ વાંચો Saurashtra Tamil Sangam: મૂળ તમિલના સૌરાષ્ટ્રવાસીઓએ તમિલ સંગમ કાર્યક્રમને આવકાર્યો
હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન: આજથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થયો છે. જેમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનું પણ આયોજન થયું છે. આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં વેચાણ અને પ્રદર્શન માટે હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમની ચીજ વસ્તુઓ રાખવામાં આવી છે. હેન્ડલુમ-હેન્ડીક્રાફ્ટ વિભાગ અંતર્ગત કચ્છ-તમિલની એક એપ્લિકેશન આર્ટ વગેરેનું પ્રદર્શન થયું છે. હેન્ડલૂમ વિભાગ અંતર્ગત પટોળા હાથવણાટની નાની અને મોટી લુમ સાથે લાઈવ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. એક્સપોમાં તમિલ અને ગુજરાતી હસ્તકલાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. 60 જેટલા સ્ટોલોમાંથી વિવિધ કારીગરો વસ્ત્રો અને અન્ય ઉત્પાદનોની લોકો ખરીદી પણ કરી શકશે.
ઐતિહાસિક મિલન: તમિલનાડુંથી આવેલા લોકો સોમનાથ દર્શન કરશે. મહાઆરતીમાં ભાગ લેશે. લેઝર એન્ડ લાઈટ શૉ નિહાડશે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસ મુલાકાત લેશે. આ કાર્યક્રમ થકી વડાપ્રધાનનો હેતું હવે રાષ્ટ્રીય એકતાનો પાયો નાંખવાનો છે. વેપાર, વિચારને સંસ્કૃતિનું આદાન પ્રદાન હવે વધશે. નવી દિશામાં વિકાસને વેગ મળશે. આ એક ઐતિહાસિક મિલન છે. આજથી સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થયો છે. જેમાં હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ પ્રદર્શનનો પણ પ્રારંભ કરાયો છે. જેમાં તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા તમિલનાડુ ભાગ લઈ રહ્યા છે.
ખૂબ ખૂબ આભાર: ગુજરાતની ધરતી પર આવેલા રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ભારત દેશ એ કોઈ વિચારવાની વસ્તુ નથી પણ એક અનુભૂતિનો વિષય છે. રાજનાથ સિંહે ઉમેર્યું હતું કે, આપણે બે રાજ્યના વૈભવને આગળ વધારી રહ્યા છીએ. આ કાર્યક્રમ 30 તારીખ સુધી ચાલશે. સોમનાથ ફરી એકવાર બે રાજ્યની સંસ્કૃતિની ઝાંખીનું કેન્દ્ર અને સાક્ષી બની રહેશે. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અતિથિઓનું સ્વાગત છે. કાર્યક્રમ પાછળ વડાપ્રધાન મોદીનો ખૂબ ખૂબ આભાર.