જૂનાગઢ/ સોમનાથ: સોમનાથ ને આંગણે સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમનું આયોજન થયું છે. આગામી 29 તારીખ સુધી આ કાર્યક્રમ સતત યથાવત રહેશે. આ કાર્યક્રમમાં તમિલનાડુના સંગીતને લઈને પણ વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. તમિલનાડુની સંસ્કૃતિ અનુસાર અહીંના પ્રાચીન અને ખૂબ જ પ્રચલિત સંગીતના વાદ્ય નાદસ્વરમ્ અને મૃગદમ વગર તમિલનાડુમાં ધાર્મિક માંગલિક કે સામાજિક કાર્ય પૂર્ણ થતું નથી. કોઈ પણ માંગલિક અને સામાજિક કાર્યમાં નાદસ્વરમ્ અને મૃગદમ વાદનથી તેની શરૂઆત અને પૂર્ણાહુતિ થાય છે.
પ્રાચીન મહત્વ: ખૂબ જ પ્રાચીન સંગીતના વાદ્ય તમિલનાડુની લોક સંસ્કૃતિમાં નાદસ્વરમ અને મૃગદમ ખૂબ જ પ્રાચીન મહત્વ ધરાવે છે. આ બંને સંગીતના પ્રાચીન વાદ્ય વગાડીને તેમાંથી સુર ઉત્પન્ન કરવા માટે ખૂબ જ મહારત ની જરૂર પડતી હોય છે. તમિલનાડુમાં નાદસ્વરમ્ અને મૃગદમ વગાડતા કલાકાર પેઢી દર પેઢીથી ચાલતા આવે છે. એટલી આ મુશ્કેલ સંગીત કલા છે. કહેવાય છે કે, નાદસ્વરમ્ અને મૃગદમ વગાડીને તેમાંથી સંગીત ઉત્પન્ન કરવું તે કોઈપણ વ્યક્તિના ગજાની વાત નથી તેના માટે પેઢી દર પેઢીથી મહાવરો હોય તો જ આ બંને સંગીતના પ્રાચીનતમ વાધ્યો વગાડી શકાય છે.
આ પણ વાંચો ST Sangamam in Somnath : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સ્વરોજગારીને મળ્યું સ્થાન
લગ્ન પ્રસંગે વાગે: ધાર્મિક અને સામાજિક કામમાં ખૂબ જ મહત્વ તમિલનાડુની સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર માં નાદશ્વરમ અને મૃગદમ ખૂબ જ મહત્વ ધરાવે છે. લગ્ન તેમજ શુભ પ્રસંગે તેમજ મંદિરમાં આયોજિત થતાં તમામ ધાર્મિક કાર્યક્રમમાં નાદસ્વરમ્ અને મૃગદમ વગાડવાની પરંપરા આજે પણ જોવા મળે છે. મંદિરમાં ભગવાનને પ્રથમ પહોરમાં જગાડવા માટે તેમજ સાંજે શૈયા સમયે અચૂક પણે નાદશ્વરમ અને મૃગદમ વગાડવામાં આવે છે. લગ્ન જેવા સામાજિક પ્રસંગમાં પણ મંગળસૂત્ર પહેરતી વખતે નાદસ્વરમ્ અને મૃગદમ વગાડવું ફરજિયાત પણે જોવા મળે છે. લગ્ન જેવા શુભ પ્રસંગમાં વર અને કન્યાના કાનમાં કોઈપણ નકારાત્મક શબ્દો ન પડે તે માટે અતિ તીવ્ર સ્વર સાથે નાદશ્વરમ અને મૃગદમ વગાડવામાં આવે છે.