જૂનાગઢ: મજેવડી દરવાજા નજીક આવેલી લઘુમતી સમાજની ધાર્મિક જગ્યાને દૂર કરવાના લઈને મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસને લઈને શુક્રવાર રાત્રિના સમયે પોલીસ અને ચોક્કસ ધર્મ અને જ્ઞાતિના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસના વાહનોને નુકસાન થવા પામ્યું છે. કોમ્બિંગ દરમિયાન 170 કરતાં વધુ લોકોને પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે કર્યો લાઠીચાર્જ: મળેલી માહિતી અનુસાર દબાણ દૂર કરવા પહોંચેલા પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થતા પોલ્સી જવાનો ઘાયલ થયા હતા. લોકોએ પોલીસના વાહનોને આગ ચાંપી હતી. પોલીસે ટોળાને કાબુ કરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જોકે ટોળામાં લોકો વધારે સંખ્યામાં હોવાથી પોલીસે ટીયર ગેસનો સહારો લીધો હતો.
174 લોકોને કર્યા રાઉન્ડઅપ: જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને મામલે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. મજેવડી ગેટ વિસ્તારમાં પુરી રાત કરાયું હતું જેમાં 174 થી વધુ લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. તેમજ સીસીટીવી ના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ધાર્મિક સ્થાનને દૂર કરવાની બાબતને લઈને ઉશ્કેરાયેલા ટોળાએ મજેવડી ગેટ પાસેનો રસ્તો બ્લોક કર્યો હતો અને નારાબાજી પણ કરી હતી.
પોલીસે વધુ તપાસ હાથ ધરી: હાલ તો પોલીસે 174 લોકોને રાઉન્ડ ઓફ કર્યા છે. પરંતુ હજુ પણ પોલીસ કોમીન સતત ચાલુ છે આ ઘટના પુર્વ આયોજિત હતી કે અચાનક બનેલી ઘટના હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે આટલી મોટી માત્રામાં પથ્થરો ક્યાંથી આવ્યા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
એક વ્યક્તિનું મોત: ગઈ કાલે રાત્રિના સમયે મજેવડી દરવાજા પાસે અસામાજિક તત્વો દ્વારા જે પથ્થરમારો થયો છે. તેમાં જૂનાગઢના એક વ્યક્તિ પોલાભાઈ સુત્રેજાનુ મોત થયું છે. સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. પોલાભાઈ સુત્રેજાનુ મોત પથ્થરમારામાં થયું છે કે અન્ય કારણોસર થયું છે તેની વિગતો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી બહાર આવી શકે છે.