ઉલ્લેખનીય છે કે, ગત લોકસભાની ચૂંટણીમાં પણ પુંજા વંશ ચૂંટણી લડી ચુક્યા છે, ત્યારે ગત વખતે તેઓ 1 લાખ 35 હજાર જેટલા મતોથી હાર્યા હતા. ETV Bharat સાથે વાતચીત કરતા કોંગી ઉમેદવાર પુંજા વંશે કહ્યું કે, ગત લોકસભાની ચૂંટણીને બાદ કરતા કોંગ્રેસે જૂનાગઢ બેઠક નીચેની લગભગ તમામ વિધાનસભા બેઠકો જીતી હતી, ત્યારે વિધાનસભાની ચૂંટણી વખતે લોકોનો કોંગ્રેસ તરફી ઝુકાવ જોતા મને તગડી લીડથી વિજેતા બનવશે.
હાલમાં જાણવા મળી રહ્યું છે કે, પુંજા વંશને ટિકિટ મળતાની સાથે જ ગીરસોમનાથ કોંગ્રેસમાં આંતરિક બળવો થયો છે. કોંગ્રેસે પુંજા વંશને વણમાંગી ટિકિટ આપી હોવાની ચર્ચાઓ સાથે કોંગ્રેસની સિલેક્શન કમિટી પર પણ આંગળીઓ ચીંધી રહ્યા છે, ત્યારે પુંજા વંશ સામે લોકસભા ચૂંટણી અગ્નિપથ સમાન બની રહેશે.