આ હોસ્પીટલનું બાંધકામ અત્યંત જુનું અને જર્જરીત હાલતમાં હોવાથી દર્દીઓ અને ડૉક્ટરો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તેમ જ હાલ આ કેશબારી રૂમનો સ્લેબ પડતાં કેશબારી બહાર રાખવામાં આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.
હોસ્પીટલના ડૉક્ટરો દ્વારા ઉચ્ચ અધિકારીઓને લેખીતમાં અરજી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.