જૂનાગઢ પવિત્ર શ્રાદ્ધ પક્ષની શરૂઆત( Pitru Paksha 2022)થઈ રહી છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં 16 શ્રાદ્ધને શ્રાદ્ધ પર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ 16 દિવસો દરમિયાન પ્રત્યેક વ્યક્તિ પોતાના પિતૃઓના આત્માના મોક્ષાર્થે અને પિતૃ કલ્યાણ અર્થે ધાર્મિક વિધિ સાથે પવિત્ર ઘાટ સરોવર અને નદીમાં પિતૃ તર્પણ કરે તો આ શ્રાદ્ધનું પૂણ્યશાળી ફળ પ્રત્યેક(Pitru Paksha 2022 Amavasya )ભાવિકને મળતું હોય છે.
પિતૃઓના આત્માના મોક્ષ માટે સર્વોત્તમ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવામાં આવતું પિંડદાન અને ધાર્મિક વિધિ પિતૃઓના આત્માના મોક્ષ માટે પણ સર્વોત્તમ( Pitru Paksha Shradh 2022 )મનાય છે. જેથી શ્રાદ્ધ પક્ષના 16 દિવસ ખૂબ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વના છે, જેને કારણે સનાતન ધર્મ સંસ્કૃતિમાં પિતૃના મોક્ષ અને તેના કલ્યાણ માટે શ્રાદ્ધ તર્પણ વિધિ કરવાના ધાર્મિક મહત્વનો પુરાણોમાં પણ ઉલ્લેખ કરાયો છે. સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રંથો અને પુરાણોમાં પણ શ્રાદ્ધ પર્વને લઈને ખૂબ વિસ્તાર સાથે વર્ણન કરવામાં આવ્યું છે.
રામ, ધૃતરાષ્ટ્ર, સુગ્રીવ અને કૃષ્ણએ પણ કર્યું હતું પીડદાન સતયુગથી શ્રાદ્ધ પર્વનું મહત્વ છે. જે આજે આપણા પુરાણો અને ધર્મગ્રંથોમાં જોવા મળે છે. ભગવાન શ્રી રામે તેમના પિતા દશરથનુ શ્રાદ્ધ દરમિયાન પૂજન અને તર્પણ વિધિ કરી છે તેવો ધર્મગ્રંથોમાં વિશેષ ઉલ્લેખ છે, વધુમાં ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડવોનું શ્રાદ્ધ અને તર્પણ વિધિ પણ કરી હોવાના ધાર્મિક પુરાવાઓ મળે છે, વાનરરાજ વાલી એ તેના ભાઈ સુગ્રીવનું પિંડદાન અને શ્રાદ્ધ વિધિ કરી છે. નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ ભગવાન શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાનુ રૂપ ધારણ કરીને કર્યું હોવાના વિશેષ પુરાવાઓ ધર્મગ્રંથોમાં આજે પણ જોવા મળે છે, આવા ધર્મ અને પિતૃ મોક્ષાર્થે મહત્વના ગણાતા શ્રાદ્ધ પર્વમાં પિતૃઓના મોક્ષાર્થે થતા તમામ ધાર્મિક કાર્યો પ્રત્યેક ભાવિકોને પિતૃ તર્પણનું પુણ્ય અપાવી જાય છે.