જૂનાગઢ : શહેરમાં આદી અનાદીકાળથી ભવનાથની ગિરી તળેટીમાં મહાશિવરાત્રિના મેળાનું ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે આયોજન થતું આવ્યું છે. હિન્દુ ધર્મની પ્રાચીન માન્યતાઓ અનુસાર આ મેળાની શરૂઆત મહાભારતકાળમાં અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરાવવામાં આવી હોવાની ધાર્મિક માન્યતાઓ આજે પણ જોવા મળે છે. નોમના દિવસે ભગવાન ભવનાથ મહાદેવ પર ધ્વજા રોહણ કર્યા બાદ મેળાની વિધિવત શરૂઆત થાય છે અને મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કર્યા બાદ આ મેળો પૂર્ણ થાય છે.
ડિસ્કવર ઇન્ડિયા : આદિ-અનાદિ કાળથી ભવનાથમાં યોજાઈ રહી છે, રવેડી અને પવિત્ર મૃગીકુંડમાં શાહીસ્નાન - ભવનાથની ગિરિ તળેટી
ભવનાથની ગિરિ તળેટીમાં આદિ અનાદિ કાળથી મહાશિવરાત્રીનો મેળો યોજાતો આવ્યો છે. પ્રાચીન માન્યતા અનુસાર આ મેળાની શરૂઆત મહાભારત કાળથી અને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરાવવામાં આવી હોવાની ધાર્મિક માન્યતાઓ છે. આ મેળામાં ભગવાન શિવના સૈનિક નાગા સંન્યાસીઓ દ્વારા શિવરાત્રીના દિવસે રવેડી કાઢી અને ત્યારબાદ પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરીને આ મેળાને વિધિવત રીતે પૂર્ણ કરતા હોય છે.