ETV Bharat / state

કેશોદમાં ખાનગી શાળાની મહિલા શિક્ષિકા પર જાતિય દુષ્કર્મ - Mischief

જૂનાગઢના કેશોદ ગામમા ખાનગી શાળામાં ફરજ બજાવતી મહિલા શિક્ષિકાએ શાળા સંચાલિકાના પૂત્ર પર દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો હતો. મહિલા શિક્ષિકાએ પોલીસ ફરીયાદ મહિલા સંચાલિકાના પૂત્ર વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી.

police
કેશોદમાં ખાનગી શાળાની મહિલા શિક્ષિકા પર જાતિય દુષ્કર્મ
author img

By

Published : Jul 11, 2021, 1:08 PM IST

  • કેશોદમાં ખાનગી શાળાની શિક્ષિકા બની જાતીય દુષ્કર્મનો ભોગ
  • મહિલા સંચાલિકાના પુત્ર એ બે વખત જાતીય દુષ્કર્મ આચર્યાની થઈ ફરિયાદ
  • પીડિત મહિલા શિક્ષિકાની ફરિયાદને આધારે કેશોદ પોલીસે હાથ ધરી તપાસ

કેશોદ: જિલ્લામાં ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલા પર શાળાના મહિલા સંચાલિકાના પુત્ર એ જાતીય દુષ્કર્મ આચરીને શિક્ષિકા સાથે બનાવટી લગ્ન કર્યાંના દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા હતા. તે અંગેની પોલીસ ફરિયાદ દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા શિક્ષિકાએ કેશોદ પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે શિક્ષિકાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા

કેશોદમાં શનિવારે દુષ્કર્મનો ભોગ બનીલે મહિલા શિક્ષિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ પછી કેશોદ શહેર અને જૂનાગઢ જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. કેશોદ શહેરમાં આવેલી એક ખાનગી પ્રાથમિક શાળાના સંચાલિકાના પુત્ર બે વખત મહિલા પર જાતીય દુષ્કર્મ કર્યું હતું. આ અંગે ફરિયાદ કેશોદ પોલીસ મથકમાં નોંધવામાં આવતાં દુષ્કર્મ આચરનાર આરોપી શાળા સંચાલિકાના પુત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કેશોદમાં ખાનગી શાળાની મહિલા શિક્ષિકા પર જાતિય દુષ્કર્મ

આ પણ વાંચો : વાપીના વિધર્મી પરિણીત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પોલીસે કરી ધરપકડ

બોઘસ લગ્નનો આક્ષેપ

જે મહિલા શિક્ષિકા દુષ્કર્મનો ભોગ બની છે તેમણે તેની ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે મહિલા સંચાલિકાના પુત્ર એ એક વખત તેના ઘરે અને બીજી વખત અક્ષય ગઢ રોડ પર કોઈ ખેતરમાં તેની સાથે જાતીય દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મહિલા સંચાલિકાના પુત્રએ દુષ્કર્મ પીડિત શિક્ષિકા સાથે બોગસ લગ્ન કર્યાંના દસ્તાવેજી પુરાવા પણ ઊભા કર્યા હોવાનું જણાવ્યું છે. આ બોગસ લગ્ન અમરેલીના કોઈ ગામડામાં થયું હોવાના પણ પીડિત મહિલા શિક્ષિકાએ પોલીસ સમક્ષ જણાવ્યું છે.

આ પણ વાંચો : Ahemdabad rape case: પુત્રવધુ પર સસરાએ આચર્યુ દુષ્કર્મ, સસરાની કરાઇ ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.