જૂનાગઢ/સોમનાથ: સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં તમિલનાડુની એસપી જયા દ્વારા તંજૂર પેઇન્ટિંગનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. પાછલા 22 વર્ષથી સામાજિક કાર્ય સાથે સંકળાયેલી શક્તિ ટ્રસ્ટ દ્વારા એસપી જયા તંજૂર આર્ટ અને અન્ય સામાજિક કાર્યો થકી મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવી રહી છે. તમિલનાડુની શક્તિ સંસ્થા સાથે સંકળાયેલી એસપી જયા તેમની પેન્ટિંગ કલાની સાથે શાળામાં વિદ્યાર્થીઓને માનસિક રીતે મજબૂત બનાવી શકાય તે માટે વક્તવ્ય, ખેતીવાડી, કિચન ગાર્ડનિંગ સહિત બીજા અનેક કામોમાં સક્રિય રહીને સેવા કરી રહી છે.
આ પણ વાંચો Junagadh News : જૂનાગઢમાં પ્રાણીઓ માટે વનમાં 450 પાણીના કુંડ ભરવાનું આયોજન
શારીરિક રીતે સક્ષમ: એસપી જયા કલા થકી મહિલાઓ ચિત્રકલા શીખીને આર્થિક રીતે પગભર થઈ રહી છે. આ કલામાં પેઈન્ટિંગ બ્રશની મદદથી અવનવા ચિત્રો દોરવામાં આવે છે. જયા ચિત્રકામના બેઝિકથી લઈને એક્સપર્ટ લેવલ સુધીના આર્ટ જાણે છે. જે તમામ આર્ટ અને તેના કોન્સેપ્ટ મહિલાઓ તથા વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક સમજાવે છે. તેમના દ્વારા આપવામાં આવતા લેક્ચર થકી શાળા છોડીને જતા બાળકોની સંખ્યામાં પણ ખૂબ ઘટાડો થયો છે. ખાસ કરીને મહિલા ઉત્થાન સાથે જોડાયેલા તમામ કામમાં આગળ પડતો ભાગ લઈને મહિલાઓને મજબુત બનાવે છે. તેમણે અનેક મહિલાઓને તંજુર આર્ટની તાલીમ આપીને તેમાં તેને વારસો સચવાય તેમજ અર્થઉપાર્જન થાય એ દિશામાં વેગ આપી રહી છે. કલાના માધ્યમથી તમિલનાડુના ગામડાની અનેક મહિલાઓ આદિવાસી સંસ્કૃતિનું ચિત્રકામ કરીને આર્થિક રીતે સક્ષમ પણ બની રહી છે.
આ પણ વાંચો Junagadh News : જંગલમાંથી યુવાનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યાને લઈને મૂંઝવણ
રોજગારીનું સાધન: સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં તમિલનાડુની તંજૂર આર્ટ સાથે સંકળાયેલી શક્તિ ટ્રસ્ટ દ્વારા એસ.પી જયા નામની મહિલા ચિત્રકારે અહીં સ્ટોલ લગાવ્યો છે. તંજુર આર્ટ તમિલનાડુની વિશેષ ચિત્રકલા સાથે પણ જોડાયેલી છે. જે તમિલનાડુની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ પણ બનાવી રહી શકે. તંજૂર પેઇન્ટિંગ થકી તમિલનાડુ સહિત ભારતના આદિવાસી સંસ્કૃતિને પેન્ટિંગ અને કલાના માધ્યમથી આ પ્રકારે વિશ્વ સમક્ષ લાવવામાં આવે છે. જે હવે તમિલનાડુ સહિત કેટલાક રાજ્યોની મહિલાઓ માટે આર્થિક રોજગારીનું સાધન પણ બની રહ્યું છે. એસપી જયા દ્વારા કોરોના સંક્રમણ કાળ દરમિયાન હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને તંજુર આર્ટની તાલીમ આપીને તેને આર્થિક નિર્ભર બનવાની દિશામાં પણ સહાય કરી હતી.