જૂનાગઢ: જિલ્લાના નાયબ પોલીસ મહાનિરિક્ષક મનિન્દરસિંગ પવાર તેમજ પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની દ્વારા સમગ્ર જૂનાગઢ શહેર તથા જિલ્લામાં દારૂ જુગારધામ અંગે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા.
જેને લઇ પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એસ.ઝાલા તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સી.ટી.પટેલ, યુ.કે.વરૂ, ડી.પી.વરૂ, હિમાંશુભાઈ વાલાભાઈ, સંજયભાઈ વાલાભાઈ, કાનાભાઈ કરંગિયા, પરબતભાઇ લખમણભાઇ વગેરે અધિકારીઓ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું.
જે દરમિયાન કોન્સ્ટેબલ હિમાન્શુભાઈ તથા સંજયભાઇને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, રાણાવાવ સ્ટેશન પ્લોટ, બાપોદરાની બાગની બાજુની ગલીમાં અમુક લોકો જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહ્યા છે.
આથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપીઓ સતિષ રમેશ ડાભી, સંજય ધીરૂ રાઠોડ , સાજણ માથા મોરી , રામા મગન ભાન , મનિષ વેજા મોઢવાડીયા, નાથા પોપટ સરવૈયાની ધરપકડ કરી રૂ. 15, 970નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.