ETV Bharat / state

જૂનાગઢના માંગરોળમાં રામનવમીની શોભાયાત્રા મોકૂફ કરાઇ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજે મંગળનારના રોજ શ્રીરામ ધૂન મંડળ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ અન્ય સંગઠનોના આગેવાનોની બેઠક મળી હતી.

રામનવમીની શોભાયાત્રા મોકૂફ
રામનવમીની શોભાયાત્રા મોકૂફ
author img

By

Published : Apr 20, 2021, 1:00 PM IST

  • જૂનાગઢના માંગરોળમાં રામનવમીની શોભાયાત્રા મોકૂફ
  • કોરોના મહામારીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય
  • રામનવમી દિવાળીની જેમ ઉજવવા આહવાન કરાયું

જૂનાગઢ : માંગરોળમાં રામ જન્મોત્સવ (રામનવમી)ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ શ્રીરામ ધુન મંડળ દ્વારા સમસ્ત હિન્દુ સમાજ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે. આ વર્ષે સમગ્ર દેશ તેમજ રાજ્ય ભરમાં આવેલી કોરોના મહામારી તેમજ સરકારશ્રી ગાઈડ લાઈનને ધ્યાને લઈ આ વર્ષે શોભાયાત્રા મોકૂફ રાખવા આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.

રામનવમીની શોભાયાત્રા મોકૂફ
રામનવમીની શોભાયાત્રા મોકૂફ

રામનવમીના દિવસે ઘર-આંગણે રંગોળી તેમજ દીપ પ્રગટાવીને ઉજવવા આહવાન

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા માંગરોળના તમામ હિન્દુ પરિવારોને તારીખ 21 એપ્રિલે બુધવારે હિન્દુ સમાજના આરાધ્ય દેવ શ્રી રામ ભગવાનનો જન્મોત્સવ (રામનવમી) દિવસે પોતાના પરિવાર સાથે શ્રીરામ ભગવાનની આરતી તેમજ ધૂન કરવી તેમજ સાંજે ઘર-આંગણે રંગોળી તેમજ દીપ પ્રગટાવી રામ જન્મોત્સવ દિવાળીની જેમ ઉજવવા આહવાન કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો : કોરોના સંકટઃ આઠમના થતા યજ્ઞો અને રામનવમીની ઉજવણીઓ પર કોરોનાનું ગ્રહણ

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘરમાં રહી પરિવાર સાથે રામનવમી ઉજવવા સલાહ

હિન્દુઓ ખાસ તો રામનવમી ઉત્સવ ધામધૂમથી ઉજવાતા હોય છે. પરંતું આ વખતે કોરોનાની મહામારીથી લોકો રામ નવમીનો ઉત્સવ પોતાના ઘર પરિવાર સાથે ઘરમાં જ રહીને ઉજવાય તેવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સલાહ અપાઇ છે.

આ પણ વાંચો : રામનવમી નિમિત્તે હાલોલમાં પ્રથમવાર શોભાયાત્રા યોજાઈ

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ, માંગરોળ
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ, માંગરોળ

માંગરોળમાં રામ નવમીનો ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાતો

દર વર્ષે માંગરોળમાં રામ નવમીનો ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાતો હતો. શોભાયાત્રામાં માંગરોળવાસીઓ હજારોની સંખ્યામાં જોડાતાં હતાં. તથા ઠેર-ઠેર પ્રસાદી ભોજન પીરસતા હતા. જયારે રામ નવમીની શોભાયાત્રા આખા માંગરોળ શહેરમાં રામ જન્મભૂમિ અયોધ્યા જેવો માહોલ બનતો હતો. પરંતુ આ વર્ષે આ રામ નવમીનો ઉત્સવ ઘરે રહીને પરિવાર સાથે સાદાઇથી ઉજવણી કરવાનો નિર્ણય કરાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.