જૂનાગઢઃ લગ્નવાંચ્છુક યુવક યુવતીઓને ફસાવતા પતિ-પત્નીની જોડીની રાજકોટ પોલીસે અટકાયત કરી હતી. મૂળ જૂનાગઢના હરેશ ડોબરિયા રિયલ ફ્રેન્ડ ગૃપ બનાવી લોકોને જૂનાગઢમાં બેઠાબેઠા લગ્નની લાલચ આપીને છેતરપિંડી કરી રહ્યા હતા. આ મામલામાં 17મી જાન્યુઆરીએ ગૃપની સભ્ય જિજ્ઞા કુંનડીયાએ રાજકોટ પોલીસમાં ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે, રિઅલ ફ્રેન્ડ ગૃપનો પ્રમુખ હરેશ ડોબરિયા લોકોના પૈસા ચાઉં કરી ગયો છે, જેની તપાસને અંતે આજે જૂનાગઢના હરેશ ડોબરિયા અને તેની પત્નીની રાજકોટ પોલીસે અટકાયત કરી હતી.
આ પણ વાંચોઃ Surat Crime: ટોપ ટેન મેડિકલ કૉલેજમાં એડમિશનના નામે છેતરપિંડી કરનારો ભેજાબાજ એન્જિનિયર ઝડપાયો
રિઅલ ફ્રેન્ડસ ગૃપમાં રાજકોટ પોલીસે કરી પતિ-પત્નીની અટકાયતઃ 16 જાન્યુઆરીએ રાજકોટની જિગ્ના કુંનડીયાએ રિયલ ફ્રેન્ડ્સ ગૃપના પ્રમુખ અને સંસ્થાના સંસ્થાપક હરેશ ડોબરીયા સામે પોલીસમાં ફરિયાદ આપી હતી, જેને લઈને રાજકોટ પોલીસની સાથે જૂનાગઢ પોલીસ પણ તપાસ કરી રહી હતી. તે અંતર્ગત રાજકોટ પોલીસે હરેશ ડોબરીયાની સાથે તેની પત્નીની સમગ્ર મામલામાં અટકાયત કરી છે. વધુ 8 જેટલા આરોપી સામે પણ રાજકોટ પોલીસે ફરિયાદ નોંધીને ફરાર આરોપીને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. તો સમગ્ર મામલો 16 જાન્યુઆરીએ રાજકોટમાંથી બહાર આવ્યો હતો. ત્યારે પ્રમુખ હરેશ ડોબરિયા અને જિજ્ઞા કુંડડિયા વચ્ચે આ મામલો ચાલી રહ્યો હતો, પરંતુ હાલ પોલીસ તપાસને અંતે પ્રમુખ હરેશ ડોબરિયા આરોપી તરીકે સામે આવતા તેની અટકાયત કરી છે.
શું હતી રિયલ ફ્રેન્ડ યોજનાઃ જૂનાગઢના હરેશ ડોબરિયાએ રિયલ ફ્રેન્ડ યોજના શરૂ કરી હતી, જેમાં 50,000 રૂપિયાના રોકાણ સામે લગ્ન સમયે 2 લાખ રૂપિયા આપવાની યોજના બનાવવામાં આવી હતી. આ યોજનાને લઈને રાજકોટ જૂનાગઢ, વડોદરા, આણંદ, ભરૂચ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 1,300 કરતાં વધારે સભ્યો જોડાયા હતા, જે આજે છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેનો અહેસાસ કરી રહ્યા છે.
ગૃપના સંચાલક સામે ગૃપનાં જ સભ્યનો આક્ષેપઃ 17 જાન્યુઆરીએ ગૃપની એક્ટિવ મેમ્બર અને રાજકોટ જિલ્લાનું સંચાલન કરતી જિ કુંનડીયાએ રાજકોટ પોલીસ કમિશનરમાં અરજી આપી હતી. તેમાં જણાવ્યું હતું કે, પ્રમુખ હરેશ ડોબરીયા સભ્યોના પૈસા લઈને રફૂ ચક્કર થવાની તૈયારીમાં છે, જેની સામે કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાંથી 25 લાખ કરતા વધુનું કૌભાંડ હરેશ ડોબરીયાએ આચર્યું છે. બાદમાં હરેશ ડોબરિયાએ ETV Bharat સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર મામલામાં તેઓ નિર્દોષ છે અને રાજકોટના સભ્યોના પૈસા જિગ્ના કુંનડીયાએ વાપરી નાખ્યા છે, જેથી તે મારા પર આક્ષેપ કરી રહી છે, પરંતુ આજે રાજકોટ પોલીસ કમિશનરમાં અરજી આપ્યાને એક મહિનો અને 5 દિવસ બાદ પ્રમુખ હરેશ ડોબરિયાની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Cyber Crime : સરકારી ઈમેઈલ આઈડી બનાવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરનાર ઝડપાયો
સમગ્ર મામલામાં હજી 8 આરોપી ફરારઃ સમગ્ર મામલામાં હજી 8 આરોપી પોલીસ ચોપડે ફરાર જોવા મળી રહ્યા છે. હાલ, તો રાજકોટ પોલીસે સંસ્થાના પ્રમુખ અને જૂનાગઢમાં રહેતા હરેશ ડોબરિયા અને તેની પત્નીની સમગ્ર કૌભાંડ આચરવા બદલ અટકાયત કરી છે. જે 8 આરોપી પકડવાના બાકી છે. તેની પાસેથી પણ સમગ્ર કૌભાંડને લઈને પોલીસને કોઈ નક્કર પૂરાવા મળે તેવી શક્યતા નકારી શકાતી નથી. હાલ, તો રાજકોટ અને જૂનાગઢ પોલીસની સંયુક્ત તપાસમાં સંસ્થાના પ્રમુખ હરેશ ડોબરીયા અને તેની પત્ની આરોપી સાબિત થતા તેની અટકાયત કરી છે.