જૂનાગઢ: શનિવારે જૂનાગઢના ઇતિહાસનો સૌથી વધુ અને સાબેલાધાર વરસાદ પડ્યો હતો. જેને કારણે ગિરનાર પર્વત પરથી આવતી સોનરખ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. જે જુનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતા કાળવા મા પૂરને કારણે જુનાગઢ શહેરના અતિ સમૃદ્ધ ગણાતા રાયજીનગર વિસ્તારમાં પાણી ફરી વળ્યો હતો. જેને કારણે આ વિસ્તારમાં ખૂબ મોટું નુકસાન થયું છે કાર બાઈક સહિત ઘરમાં પાંચ-પાંચ ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેને કારણે લોકોને ખૂબ તારાજીનું સામનો કરવો પડ્યો હતો વરસાદી પાણીને રોકવા માટે બનાવવામાં આવેલી દિવાલ ધરાસાઈ થતા સમગ્ર પૂરનુ પાણી રાયજીનગર વિસ્તારમાં ફરી વળ્યો હતો.
" આ પ્રકારની ભયા પરિસ્થિતિ અહીં રહેતા 500 પરિવારને ક્યારેય સપનામાં પણ વિચારી ન હતી. હવે જ્યારે કુદરતી આફત આવી ચૂકી છે ત્યારે અમારા કોર્પોરેટર પણ આ વિસ્તારમાં જવા મળતાં ન હતા વધુમાં સફાઈ કરવાની ખૂબ કાપી જરૂર છે. પરંતુ એકમાત્ર આશ્વાસન સિવાય સફાઈને લઈને હજુ સુધી કશું થયેલું જોવા મળતું નથી. વધુમાં કાળવાની દીવાદ તૂટી ગઈ છે. તેને યુદ્ધના ધોરણે નવી બનાવવાની કામગીરી શરૂ કરવાની માંગ પણ આ વિસ્તારના રહીશોએ કરી છે. હજુ ચોમાસાના બે મહિના બાકી છે ત્યારે વરસાદ પડે તો ફરી એક વખત રાયજી નગર વરસાદી પુરમાં ડૂબસે ત્યારે યુદ્ધના ધોરણે પડી ગયેલી દીવાલને તાકીદે નવી કરવામાં આવે તેવી માંગ પણ તેઓ કરી રહ્યા છે".-- મનોજભાઈ દવે (રાયજીનગર વિસ્તારના પ્રમુખ )
જમીન સુધી પ્રયાસ: કાર સહિત સામાનને નુકસાનઅતિ ભારે વરસાદને કારણે રાયજીનગર વિસ્તારમાં અંદાજિત 100 જેટલી કાર અને 200 કરતાં વધુ ટુવિલર ને ખૂબ મોટું નુકસાન થયું છે. ઘરના મોટાભાગના સામાન ને પણ નુકસાન થયું છે. ત્યારે આ વિસ્તારમાં આટલી નુકસાની હોવા છતાં પણ શહેરના એક પણ નગરસેવક વિસ્તારમાં ડોકાયા ન હતા. જેને કારણે પણ રાયજીનગરના રહીશોમાં ભારે રોષ જોવા મળે છે. રાયજીનગરનો વિસ્તાર સમૃદ્ધ માનવામાં આવે છે. ત્યારે પૂરની પરિસ્થિતિનો સામનો કરી ચૂકેલા લોકોની ખબર અંતર કે તેમને પડેલી મુશ્કેલી જાણવાનો તેમના ચાર પ્રતિનિધિઓએ આ જમીન સુધી પ્રયાસ કર્યો નથી.એકમાત્ર જુનાગઢ ના મેયર રાયજી નગરમાં પહોંચ્યા હતા તેમ છતાં હજુ આ વિસ્તારમાં સફાઈને લઈને આશ્વાસાનો અપાયા છે પરંતુ કામ થયું નથી.