ગુજરાતભરમાં બેરોજગારી વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. જેનો ભોગ બાળકોને પોતાના શિક્ષણને હોમીને આપવું પડે છે. પરિવારને પૂરતી રોજગારી મળતી ન હોવાથી બાળકોને કમાવવા માટે મોકલવામાં આવે છે. જેથી માસૂમ બાળકો બાળપણ માણવાની જગ્યાએ મજૂરી તરફ ઢસડાય છે.
રાજસ્થાનના રહેવાસીઓ જુદા જુદા શહેરોમાં પરિવાર સાથે રોજગાર મેળવવા માટે આવે છે. પણ ગુજરાત પહેલેથી જ બેરોજગારીમાં વીંટડાયેલું હોવાથી તેઓને ગુજરાન ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, માટે પોતાના બાળકોને મજૂરી કરવા માટે મોકલવા પડે છે. બાળકો ફૂટપાથ પર ફુગ્ગાઓ વેચીને પોતાના પરિવાર માટે એક ટાણાં માટે મહેનત કરતા જોવા મળે છે. આમ, ભણવાની ઉંમરે બાળકો પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરવા મજબૂર બને છે. ત્યારે સરકાર બાળમજૂરી અટકાવવા માટે કોઇ પગલાં લેતા લઇ રહ્યું નથી. જેથી તંત્રની સર્વ શિક્ષા અભિયાન અને બાળમજૂરી નાબૂદ જેવી યોજનાઓ પોકળ સાબિત થતી જોવા મળે.