જુનાગઢઃ માંગરોળ તાલુકામાં 35 ગ્રામ પંચાયતોનુ ચુંટણી(Gram Panchayat Election 2021) યોજાઇ હતી. જેમાં સવારે ઠંડીનું પ્રમાણ હોવાથી મતદારો મહદંશે જોવા મળી રહ્યા હતા. પરંતુ ઠંડી ઓછી થતાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઉત્સાહ સાથે મતદારોની લાંબી(Gram Panchayat Election 2021 voting Mangrol) કતારો જોવા મળી હતી. માંગરોળના કાલેજ ગામે એક 102 વર્ષના માજીએ પણ મતદાન કરી ઉત્સાહમાં વધારો કર્યો હતો. તો બીજી બાજુ એક 85 વર્ષના માજીએ મતદાન કરીને નવા યુવાનોમાં પણ મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
મતદાન સમયે બન્ને ઉમેદવારો મારામારી પર
માંગરોળ તાલુકાની 35 ગ્રામ પંચાયતનું મતદાન યોજાયુ હતું. માંગરોળ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ બુથ ઉપર શાંતિપુર્ણ રીતે મતદાન થયું હતું. જયારે માળીયા હાટીના તાલુકાના(Gram Panchayat Election Maliya Hatina) પિખોર ગામે ગ્રામ પંચાયતની ચુંટણીનું મતદાન થતું હતું તે સમયે બન્ને ઉમેદવારો સામસામે આવી માથાકુટ મારામારી જોવા મળી રહી હતી. અનુસુચીત જાતિના ઉમેદવારને માર મારતા 108 દ્વારા તેમને માળીયા હાટીના સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. આ ઉપરાંત માંગરોળ તાલુકા(Gram Panchayat Election 2021 in Junagadh) તેમજ ગ્રામ્ય વિસ્તારની તમામ જગ્યાઓ પર શાંતિ પુર્ણ મતદાન થયું હતું.
21 તારીખે તાલુકાના વિવિધ સ્થળે મત ગણતરી યોજાશે
તારીખ 21 ડિસેમ્બરના રોજ જુનાગઢ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મતગણતરી(Gram Panchayat Election Voting Gujarat) શરૂ થશે. વિવિધ રાઉન્ડમાં મતગતરી કરવામાં આવશે. બેલેટ પેપર હોવાને કારણે ગણતરી પ્રક્રિયા વધુ લાંબી ચાલશે તેવું જણાય રહ્યું છે.
આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021:જૂનાગઢમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ગામોમાં ઉત્સાહનો માહોલ