જૂનાગઢ સંતોની ભૂમિ એટલે જૂનાગઢ. પરંતુ આ ભૂમિ પર હવે સંતોની જ સુરક્ષા નથી તેવું જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા કેશોદમાં મામાદેવ મદિરના મહંત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસએ તાત્કાલિક હુમલાખોર યુવકને તુરંત (Keshod assailant of monk caught) ઝડપી પાડ્યો હતો.
હુમલો કરી માર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ માંગરોળ રોડ પર ઘંસારી પાટીએ આવેલ મામાદેવ મંદિરના મહંત હરદેવપુરી ગુરુ રામપુરી ઉપર (Attack monk in Keshod) હુમલો કરી માર મારી ઈજાગ્રસ્ત કરતાં કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વાહનની રાહ જોતા કેશોદના માંગરોળ રોડ પર આવેલ આઈટીઆઈ નજીક આવેલાં મામાદેવ મંદિરનાં મહંત હરદેવપુરી ગુરુ રામપુરી શાકાભાજીની ખરીદી કરવા કેશોદ આવ્યાં હતા. ત્યારે પરત મંદિરે જવા વાહનની રાહ જોતા હતા. ત્યારે મંદિરનાં સેવક મોટરસાયકલ લઈને આવી મુકી જવાનું કહેતાં ઈલુ મહીડા નામનો યુવક ચાદીગઢ પાટીયે આવવું છે. ત્યારે મહંત હરદેવપુરી ગુરુ રામપુરીએ ત્રણ સવારી નહીં ચાલે એવું કહેતાં ઉશ્કેરાઈને મૂઢમાર માર્યો હતો. અને ભુંડી ગાળો આપી હતી.
સારવાર માટે લઈ જવામાં આવ્યા કેશોદ મામાદેવ મંદિરનાં મહંત હરદેવપુરી ગુરુ રામપુરીને સેવક દ્વારા છોડાવીને(Attack monk in Keshod) મોટરસાયકલ પર સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. કેશોદમાં મામાદેવ મંદિરના મહંત હરદેવપુરી ગુરુ રામપુરી પર હુમલો થયાના સમાચાર મળતાં જ તુરંત કેશોદ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિશાલ સોલંકી અને તાલુકા પ્રમુખ લખન કામરીયા સહિત હોદેદારો અને પદાધિકારીઓ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
કાયદેસર કાર્યવાહી કેશોદના મામાદેવ મંદિરના મહંત હરદેવપુરી ગુરુ રામપુરી સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital Keshod) સારવાર હેઠળ હતા. ત્યારે પાછળથી હુમલાખોરો મંદીરે પહોંચીને તોડફોડ કરી માલમત્તા અને પુજાસામગ્રીને નુકસાન કર્યું હતું. કેશોદ પોલીસને જાણ થતા જ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી રવિ ધોળકિયા અમરાભાઈ જુજીયા, ડી એલ ભારાઈ દ્વારા તુરંત હુમલો કરનાર યુવક ઇલુ મહીડા ને ઝડપી લીધો હતો. કેશોદ પોલીસ (Keshod Police Station) દ્વારા મામાદેવ મંદિરનાં મહંત હરદેવપુરી ગુરુ રામપુરીની ફરિયાદ નોંધી હુમલો કરનાર શખ્સ ઈલુ મહીડા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.